Great Indian Bustard: ચોંકાવનારો ખુલાસો, ગંભીર રીતે જોખમમાં મુકાયેલા GIB લુપ્તતાના આરે…

0
430
Great Indian Bustard: ચોંકાવનારો ખુલાસો, ગંભીર રીતે જોખમમાં મુકાયેલા GIB (ઘોરાડ)ની સંખ્યામાં ઘટાડો...
Great Indian Bustard: ચોંકાવનારો ખુલાસો, ગંભીર રીતે જોખમમાં મુકાયેલા GIB (ઘોરાડ)ની સંખ્યામાં ઘટાડો...

Great Indian Bustard: ગુજરાતની દિકરી તરીકે પણ ઓળખાતુ પક્ષી જે હવે લુપ્ત થવાના આરે છે, આ વાત કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં સ્વીકારતા કહ્યું કે 1960ના દાયકામાં ગંભીર રીતે જોખમમાં મુકાયેલા ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (ઘોરાડ)ની સંખ્યામાં ઘટાડો થયો હતો અને નીચો જન્મ દર, શિકાર, પર્યાવરણીય પરિબળો અને રહેઠાણનો વિનાશ જેવા કેટલાક કારણો છે, જે આ પ્રજાતિના ઘટાડા તરફ દોરી ગયા છે. હવે આ પક્ષી લુપ્ત થવાના આરે છે.

Great Indian Bustard
Great Indian Bustard

Great Indian Bustard: સૌર ઉર્જા પ્લાન્ટ, ઓવરહેડ પાવર ટ્રાન્સમિશનના લીધે ખતરામાં

ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (GIB) રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે, અને તેની સંખ્યામાં ચિંતાજનક ઘટાડો તેમના નિવાસસ્થાનની આસપાસ, સૌર ઉર્જા પ્લાન્ટ સહિતની ઓવરહેડ પાવર ટ્રાન્સમિશન લાઈનો સાથે વારંવાર થતી અથડામણને કારણે છે.

ઘોરાડ (Great Indian Bustard) ને બાજુના ભાગમાં દ્રષ્ટિ હોય છે કારણ કે તેમની આંખો તેમના માથાની બાજુઓ પર હોય છે અને જ્યારે તેઓ જીવંત વાયરનો સામનો કરે છે ત્યારે તેમની ઉડાનની દિશા બદલવામાં મુશ્કેલી પડે છે.

ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)ના 2021ના અહેવાલ મુજબ, GIB લુપ્ત થવાની આરે છે અને તેમાંથી માંડ 50 થી 249 જીવિત છે.

ઘોરાડ (Great Indian Bustard)
ઘોરાડ (Great Indian Bustard)

સુપ્રીમ કોર્ટે ઘોરાડ અંગે ચિંતા દર્શાવી

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેન્દ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ (એએસજી) ઐશ્વર્યા ભાટીને પૂછ્યું કે, “આમાંના કેટલા પક્ષીઓ હજુ પણ જંગલમાં છે અને કેદમાં.. તેમની અંદાજિત વસ્તી કેટલી છે?” આ પ્રશ્નના જવાબમાં ઐશ્વર્યા ભાટીએ કહ્યું કે અંદાજ મુજબ તેમની સંખ્યા 150 થી 200 ની વચ્ચે છે.

સર્વોચ્ચ અદાલતે જાન્યુઆરીમાં કેન્દ્રને કહ્યું હતું કે, સૌર ઉર્જા માટે ભારતની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને GIB (Great Indian Bustard) ને બચાવવા માટે એક વ્યાપક યોજના સાથે આવે.

મંગળવારે સુનાવણી દરમિયાન ભાટીએ કહ્યું હતું કે GIB વર્ષમાં માત્ર એક ઈંડું મૂકે છે, તે પણ જમીન પર, તેને શિકારીઓ માટે સંવેદનશીલ બનાવે છે. ASG એ જણાવ્યું હતું કે, “ઘટાડો (તેમની સંખ્યામાં) 1960 ના દાયકામાં શરૂ થયો હતો, આ પ્રદેશમાં વીજળીકરણ અને ટ્રાન્સમિશન લાઇનના નિર્માણના ઘણા સમય પહેલાથી.”

અંતિમ નર GIB પણ ડિસેમ્બર 2018થી ગુમ

કચ્છમાં લાલા પરજન અભ્યારણ્યમાં આ GIBનો વસવાટ છે. જે માત્ર 2 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલુ છે, તે દેશનુ સૌથી નાનુ પશુ અભ્યારણ્ય છે. 2008ની શરૂઆતમાં અહી લગભગ 58 GIB હતા. પરંતુ ગ્રૂપનુ અંતિમ નર GIB પણ ડિસેમ્બર 2018થી ગુમ છે. ઓવરહેડ વીજળી લાઈનોની સમસ્યાને કારણે ગુજરાતમાં GIB ઓછા થઈ રહ્યાં છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં વીજળીના તારના સંપર્કમાં આવવાથી 10 GIBના મોત થયા છે. મોટાભાગના મોત ગુજરાતમાં નોઁધાયા છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો