Grand Finale: T20 વર્લ્ડ કપ ફાઈનલમાં  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જામશે ગ્લેમરનો તડકો; રિકી માર્ટિન અને ફાલ્ગુની પાઠક મચાવશે ધૂમ

0
121
Grand Finale
Grand Finale

Grand Finale: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 8 માર્ચના રોજ રમાનારી T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ મેચ માત્ર ક્રિકેટનો જંગ જ નહીં, પણ મનોરંજનનો પણ મહાકુંભ બની રહેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ક્લોઝિંગ સેરેમનીમાં ગ્લોબલ પોપ સ્ટાર રિકી માર્ટિન અને ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક પોતાના પરફોર્મન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરશે.

Grand Finale: રિકી માર્ટિન બનશે મુખ્ય આકર્ષણ

Grand Finale

ICCએ સત્તાવાર જાહેરાત કરી છે કે બે ગ્રેમી એવોર્ડ વિજેતા અને ઇન્ટરનેશનલ પોપ આઇકન રિકી માર્ટિન આ સમાપન સમારોહના મુખ્ય પરફોર્મર હશે. ‘ધ કપ ઓફ લાઈફ’ અને ‘લિવિન લા વિડા લોકા’ જેવા સુપરહિટ ગીતો આપનાર માર્ટિન સાંજે 5:30 વાગ્યે લાઈવ પરફોર્મન્સ આપશે. રિકી માર્ટિનની એન્ટ્રીથી આ ગ્લોબલ ઈવેન્ટમાં આંતરરાષ્ટ્રીય ગ્લેમરનો તડકો લાગશે.

Grand Finale: દેશી અને વિદેશી સુરનો સંગમ

Grand Finale

ક્લોઝિંગ સેરેમનીમાં માત્ર પોપ મ્યુઝિક જ નહીં, પણ ભારતીય તડકો પણ જોવા મળશે:

  • ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક: ખેલૈયાઓના ફેવરિટ ફાલ્ગુની પાઠક સ્ટેડિયમમાં ગરબાની રમઝટ બોલાવશે.
  • પંજાબી પોપ સ્ટાર સુખવીર: ‘ઓ હો હો હો’ ફેમ સિંગર સુખવીર પોતાના પંજાબી ગીતોથી સ્ટેડિયમમાં જોશ ભરી દેશે.

કાર્યક્રમની વિગતો અને તૈયારીઓ

અમદાવાદમાં ફાઈનલ મેચને લઈને ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. હોટલોથી લઈને ટ્રાન્સપોર્ટ સુધીનું બુકિંગ અત્યારથી જ ફૂલ થઈ ગયું છે.

  • સ્ટેડિયમના દરવાજા: બપોરે 3:30 વાગ્યે ખુલશે.
  • ક્લોઝિંગ સેરેમની: સાંજે 5:30 વાગ્યે શરૂ થશે.
  • મેચની શરૂઆત: સેરેમની બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

ICCએ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “આ એક એવો શાનદાર જશ્ન હશે જેને તમે ચૂકવા માંગશો નહીં.” ભારતીય ચાહકોને આશા છે કે આ ભવ્ય સ્ટેજ પર ટીમ ઈન્ડિયા ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચશે.

આ પણ વાંચો :રામ રહીમને મોટી રાહત: પત્રકાર છત્રપતિ હત્યા કેસમાં હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા, અન્ય 3 આરોપીની આજીવન કેદ યથાવત