કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, “કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય અને આરબીઆઈ સાથે મળીને પોન્ઝી એપ્સ પર રોક લગાવવા માટે કામ કરી રહી છે, જેથી ભોળા રોકાણકારોની મહેનતની કમાણી છીનવાઈ જતા બચે. રોકાણકારોએ ક્યાંય પણ રોકાણ કરતાં પહેલા પૂરતી તપાસ કરવી જોઈએ અને પછી જ રોકાણ કરવું જોઈએ. તેઓએ આકર્ષક વળતરના દાવાની લાલચમાં ન આવવું જોઈએ. આપણે બમણી તપાસ કરીએ, કાઉન્ટર ચેકિંગ કરીએ, જેથી કરીને સખત મહેનતની કમાણીનું રક્ષણ કરીએ.”