મહારાષ્ટ્ર સરકાર આદિવાસી ગામડાઓમાં કુપોષણ દૂર કરવા પ્રયત્નશીલ

0
180

અંતરિયાળ આદિવાસી ગામડાઓ સુધી સરકારની યોજના પહોચાડી

મહારાષ્ટ્રનો ગઢચિરોલી જિલ્લો એક સમયે નક્સલવાદી હિંસા માટે જાણીતો હતો, જિલ્લાના દૂરના વિસ્તારોમાં રહેતા લોકો વર્ષોથી વિકાસની રાહ જોઈ રહ્યા છે. કુપોષણની સમસ્યા આ જિલ્લા માટે અભિશાપ સમાન છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર કુપોષણ દૂર કરવા અને આરોગ્ય જાળવવા માટે આદિવાસી ગામડાઓ સુધી પહોંચી રહી છે. વિવિધ સરકારી યોજનાઓનો લાભ આ વિસ્તારમાં પહોંચે તે માટે સરકારના દરેક વિભાગ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાના બાળકોને આરોગ્યપ્રદ આહાર આપવામાં આવે છે.