Lateral Entry જાહેરાત પર પ્રતિબંધ, હવે UPSCમાં સીધી ભરતી નહીં થાય!

0
172
Lateral Entry જાહેરાત પર પ્રતિબંધ, હવે UPSCમાં સીધી ભરતી નહીં થાય!
Lateral Entry જાહેરાત પર પ્રતિબંધ, હવે UPSCમાં સીધી ભરતી નહીં થાય!

Lateral Entry: કેન્દ્ર સરકારે સીધી ભરતીની જાહેરાત પર પ્રતિબંધ મૂક્યો છે. કર્મચારી મંત્રીએ આ મામલે UPSC અધ્યક્ષને પત્ર લખ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના પર સીધી ભરતી માટેની જાહેરાતો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

સરકારના નિર્ણય પર રાજકીય હોબાળો

તમને જણાવી દઈએ કે યુપીએસસીએ 45 જોઈન્ટ સેક્રેટરી, ડેપ્યુટી સેક્રેટરી અને ડાયરેક્ટર લેવલની ભરતી માટે 17 ઓગસ્ટના રોજ એક જાહેરાત બહાર પાડી હતી. સરકારના આ નિર્ણયને લઈને ભારે રાજકીય હોબાળો થયો હતો. કોંગ્રેસ સહિત મોટા ભાગના વિરોધ પક્ષોએ આરોપ લગાવ્યો કે સરકાર અનામતને નુકસાન પહોંચાડી રહી છે. એટલું જ નહીં એનડીએના ઘટક પક્ષોએ પણ આ નિર્ણયની ટીકા કરી હતી.

Lateral Entry પર કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું?

સરકારના આ નિર્ણય પર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે NDA સરકારે લેટરલ એન્ટ્રી લાગુ કરવા માટે પારદર્શક પદ્ધતિ બનાવી છે. ભરતી UPSC દ્વારા પારદર્શક અને ન્યાયી રીતે કરવામાં આવશે. આ સુધારાથી વહીવટમાં સુધારો થશે.

ભાજપે કહ્યું હતું કે Lateral Entry નો પ્રસ્તાવ કોંગ્રેસના શાસનમાં લાવવામાં આવ્યો હતો. તે જ સમયે, મનમોહન સિંહ, મોન્ટેક સિંહ આહલુવાલિયા, સામ પિત્રોડા જેવા લોકોને લેટરલ એન્ટ્રી દ્વારા કોંગ્રેસના શાસન દરમિયાન સરકારનો ભાગ બનાવવામાં આવ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો

https://vrlivegujarat.com/narco-or-polygraph-test-cannot-hanged/