ડીપફેક મામલે સરકારે જાહેર કરી એડવાઈઝરી, ડિજિટલ પ્લેટફોર્મે IT નિયમોનું કરવું પડશે પાલન

0
353
Deepfake Law
Deepfake Law

Deepfake Advisory: ડીપફેક્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) દ્વારા ખોટા સમાચાર ફેલાવવા મામલે  વધતી જતી ચિંતાઓ વચ્ચે, સરકારે તમામ ઓનલાઈન પ્લેટફોર્મ માટે આઈટી(IT) નિયમોનું પાલન કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે.

આ એડવાઈઝરી મુજબ મધ્યસ્થી તરીકે કામ કરતા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) નિયમો હેઠળ ઉલ્લેખિત પ્રતિબંધિત સામગ્રી વિશે યુઝર્સને સ્પષ્ટ અને સચોટ માહિતી આપવી જોઈએ.

Deepfake AI

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે તમામ મધ્યસ્થી કંપનીઓને હાલના આઈટી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. આ એડવાઈઝરી IT રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે મધ્યસ્થીઓ સાથે કરેલી ચર્ચાનું પરિણામ છે. આ સૂચનાઓ ખાસ કરીને AI અને Deepfake દ્વારા ખોટી માહિતીના ફેલાવાને લગતી વધતી ચિંતાઓ સાથે સંબંધિત છે.

1 30

મંત્રાલયે પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે, આઈટી નિયમો હેઠળ યુઝર્સને આવી સામગ્રી વિશે સ્પષ્ટ અને સચોટ માહિતી આપવી જોઈએ, યુઝર્સને તે પ્રથમ નોંધણી સમયે સ્પષ્ટપણે સમજાવવું જોઈએ.

એડવાઈઝરી અનુસાર, ડિજિટલ પ્લેટફોર્મ્સે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે યુઝર્સને ભારતીય દંડ સંહિતા (IPC) અને IT એક્ટ, 2000 જેવી દંડની જોગવાઈઓ વિશે જાણ કરવામાં આવે.

Deepfake ૪

વધુમાં, સેવાની શરતો અને ઓનલાઈન પ્લેટફોર્મના ઉપયોગ માટેના યુઝર્સને કરારમાં સ્પષ્ટપણે જણાવવું જોઈએ કે મધ્યસ્થીઓ/પ્લેટફોર્મ્સ ભારતીય કાયદાઓ હેઠળ આવરી લેવામાં આવે છે, ઓનલાઈન પ્લેટફોર્મની જવાબદારી રહેશે કે યુઝર્સને મધ્યસ્થીઓને હોસ્ટિંગ, પ્રોહીબીટેડ કોન્ટેન્ટ કરવાથી રોકવા માટે વ્યાજબી પ્રયાસોનો ઉપયોગ કરે. પ્રતિબંધિત સામગ્રીને લગતી કોઈપણ માહિતી અપલોડ કરવી, મોડીફાર્ડ કરવી, પબ્લિશ કરવી, ટ્રાન્સમિટ કરવી, સ્ટોર કરવી, અપડેટ કરવી અથવા શેર કરવાથી રોકવા માટે પૂરતા પ્રયાસ કરવા.

શું છે ડીપફેક? | What is Deepfake?

ડીપફેકનો અર્થ છે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ સામગ્રીની હેરફેર કરવી અને તેને ખોટી રીતે રજૂ કરવી. આમાં, કોઈપણ વ્યક્તિની ખોટી રજૂઆત અથવા નકલ કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા ડિજિટલ મેનીપ્યુલેશન કરવામાં આવે છે.

Deepfake AI

તાજેતરમાં ડીપફેક (Deepfake) ની મદદથી કેટલીક ફિલ્મી હસ્તીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આનાથી ફેલાયેલી જાહેર ચિંતાને ધ્યાનમાં રાખીને સરકારે આ અંગે એડવાઈઝરી જારી કરી છે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો

YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો 

હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો