Air India Express discount: એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન તેના મુસાફરો માટે નવી ઓફર લઈને આવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ મુસાફરો પાસે ઓછા સામાન સાથે મુસાફરી કરીને ફ્લાઈટ ટિકિટ પર ડિસ્કાઉન્ટ મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યા છે.
એર ઈન્ડિયાએ ન્યુ ફેર ફેમેલી લોન્ચ કર્યું છે, જે મુસાફરોને ઘણી ઑફર્સ આપે છે. આ 4 નવી ભાડાની કેટેગરી છે, જે UAE અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોની ફ્લાઇટ્સ પર લાગુ થાય છે.

Air India Express discount: આ ચાર કેટગરી છે
- 1. એક્સપ્રેસ લાઇટ (Express Lite)
- 2. એક્સપ્રેસ વેલ્યુ (Express Value)
- ૩. એક્સપ્રેસ ફ્લેક્સ (Express Flex)
- 4. એક્સપ્રેસ બિઝ ( Express Bizz)
રીપોર્ટ અનુસાર, એરલાઇન એક્સપ્રેસ લાઇટ ઓફરમાં માત્ર કેબિન બેગેજ ભાડું ઓફર કરે છે, જે એરલાઇન સાથે મુસાફરી કરતા મુસાફરો માટે સૌથી વધુ આર્થિક હશે. એક્સપ્રેસ વેલ્યુ ભાડું 15 કિલો ચેક-ઇન બેગ ભાડાને મંજૂરી આપે છે જ્યારે એક્સપ્રેસ ફ્લેક્સ કોઈ ફેરફાર ફી વિના અમર્યાદિત ફેરફારો ઓફર કરે છે. એક્સપ્રેસ બિઝ બિઝનેસ ક્લાસની સીટ, કોમ્પલીમેંન્ટ્રી ભોજન અને અન્ય પ્રાથમિક સેવાઓ પ્રદાન કરે છે.

ઓછા સામાનવાળા મુસાફરો માટે પણ ઓફર
એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express discount) એરલાઈને 20 ફેબ્રુઆરીએ UAE ના પેસેન્જરો માટે એક્સપ્રેસ લાઈટ ઓફર શરૂ કરી જેઓ ચેક-ઈન સામાન વગર મુસાફરી કરવા માગે છે. એરલાઈને ચેક-ઈન બેગેજ વગર મુસાફરી કરવા ઈચ્છતા મુસાફરો માટે ભાડામાં રાહત જાહેર કરી છે. એટલે કે, જો તમારી પાસે સમાન ઓછો છે તો તમે આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. એરલાઈને તેનું નામ સ્પેશિયલ એક્સપ્રેસ લાઈટ ફેર રાખ્યું છે. UAE અને ભારત વચ્ચે મુસાફરી કરતા મુસાફરો પણ ભાડામાં વિશેષ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
એક્સપ્રેસ બિઝ ભાડા તમામ નવા એર ઇન્ડિયા એક્સપ્રેસ બોઇંગ 737-8 એરક્રાફ્ટ પર ઉપલબ્ધ છે. એક્સપ્રેસ બિઝના ભાડા બુક કરતી વખતે, મુસાફરો સ્થાનિક ફ્લાઇટ્સ માટે 25 કિલો અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે 40 કિલોના વધારાના સામાન ભથ્થાનો આનંદ માણી શકે છે. આ ભાડું પ્રાધાન્યતા ચેક-ઇન, સામાન અને બોર્ડિંગ સેવાઓ પ્રદાન કરે છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસ (Air India Express fare discount) ભારતમાં 70 થી વધુ રૂટ પર બિઝ સીટ સાથે ફ્લાઈટ્સનું સંચાલન કરે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના મેનેજિંગ ડિરેક્ટર આલોક સિંહે તાજેતરના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે UAE સહિત ગલ્ફ રિજનમાં મુસાફરોને સારી કનેક્ટિવિટી પૂરી પાડવી એ તેમની પ્રાથમિકતા છે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો