રાજધાની દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકાર અને દિલ્હી મહાનગર પાલિકા દિલ્હીના પાંચ હજાર જેટલા કર્મચારીઓ દિવાળી પહેલા ખુશીના સમાચાર આપી શકે છે . દિલ્હીના સફારી કર્મચારીઓને ફાયદો થાય કદાચ દિવાળી પહેલા કાયમી કરવામાં આવશે તેવા સમાચાર સ્થાનિક તંત્ર અને દિલ્હી સરકાર આપી શકે છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારે મળનારી MCD હાઉસની બેઠકમાં સફાઈ કર્મચારીઓની કાયમી નિમણુક કરવામાં આવશે. તેવી માહિતી મળી રહી છે. દરખાસ્ત મુજબ અગાઉના EDMCએ 18 એપ્રિલ 2013ના રોજ સફાઈ કર્મચારીઓની 5000 જગ્યાઓ બનાવવા માટે ગૃહમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. અને 1 એપ્રિલ 1996થી 31 માર્ચ 1998 દરમિયાન ભરતી કરાયેલા સફાઈ કર્મચારીઓને એપ્રિલ થી નિયમિત કરવાની મંજુરી આપવામાં આવી હતી. ત્યારબાદ EDMCએ 13 ડિસેમ્બર 2014ના રોજ અન્ય એક ઠરાવ પસાર કર્યો . જેમાં એવું કહેવામાં આવ્યું કે સફાઈ કામદારોને નિયમિત કરવાની તારીખ 1 એપ્રિલ 2013ના બદલે 1 એપ્રિલ 2004 કરવામાં આવી છે. પરંતુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સતત કથળતી આર્થિક સ્થિતિને કારણે સફાઈ કર્મચારીઓને નિયમિત કરવામાં આવશે નહિ તેવો તે વખતે નિર્ણય કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં સફાઈ કર્મચારીઓ દિલ્હી કોર્પોરેશન પાસે કાયમી નોકરીની માંગ કરી રહ્યા છે. અને અનેક વખત સફાઈ કામદારોના યુનિયને આંદોલન પણ કર્યા છે.
હાલમાં MCDના એકીકરણ અને તેની ચૂંટણીને લગભગ 10 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. મેયરની ચૂંટણી બાદ સ્ટેન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી નથી.. દિલ્હીમાં કોર્પોરેશન સંબધિત વિકાસને લગતા આર્થીક અને કાયદાકીય નિર્ણયો લેવામાં આવતા નથી. હવે ગૃહની બેઠકમાં સફાઈ કર્મચારીઓની તરફેણમાં નિર્ણય લેવાયાના સમાચાર આવી રહ્યા છે.583.10 કરોડની રેગ્યુલરાઈઝેશનની બાકી દરખાસ્તમાં કોર્પોરેશનના જુના નિર્ણયોને લગતી માહિતી પ્રમાણે પાંચ હજાર સફાઈ કર્મચારીઓની નિયમિત કરવાની દરખાસ્ત પસાર થયાની તારીખથી અત્યાર સુધીમાં કોર્પોરેશન પર બાકી લેણા નીકળે છે. આ ઉપરાંત સફાઈ કામદારોના વધેલા પગાર અને નિવૃતિના લાભોના બાકી લેણા ચૂકવ્યા નથી.
કામદારોને નિયમિત કરવાથી તેમના નાણા મળશે કે નહિ તે કોર્પોરેશની નીતિ નક્કી કરશે પરંતુ સફાઈ કર્મચારીઓને કાયમી કરવાની પ્રક્રિયા હવે શરુ થશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. મેયર ડો. શૈલી ઓબેરોયે જાણકારી આપી હતી. અને સફાઈ કામદારોને દિવાળી પહેલા શુભ સમાચાર મળે તેવો સંકેત આપ્યો છે. આપને જણાવી દઈએ કે દિલ્હીના સી.એ, અરવિંદ કેજરીવાલે પણ સફાઈ કામદારોને લઈને કહ્યું હતું કે કોર્પોરેશનના સફાઈ કામદારોને નિયમિત કરીશું.