Gondal news :સૌરાષ્ટ્રના રાજકારણને અસર કરે તેવો મોટો વિવાદ હવે અંતે સમાધાન સાથે પૂર્ણ થયો છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકી વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણનો અંત આવ્યો છે. ગોંડલમાં બન્ને પક્ષોએ સામસામે મળી હસ્તધનુન કર્યું હતું અને એકબીજાને ગળે વળગીને સમાધાનની જાહેરાત કરી હતી.

Gondal news :શું હતો સમગ્ર મામલો
ગયા મે મહિનામાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકી વચ્ચે થયેલી માથાકુટ બાદ વિવાદ વકર્યો હતો. આ ઘટનાના પગલે બન્ને પરિવારો વચ્ચે તણાવ સર્જાયો હતો અને મામલો રાજકીય રંગ પકડતો ગયો હતો. બંને નેતાઓએ પોતાના પુત્રોને બચાવવા મેદાને ઉતરી એકબીજા પર આરોપ-પ્રતિઆરોપ લગાવ્યા હતા.
આ ઘટનામાં ગણેશ ગોંડલને જેલ જવું પડ્યું હતું, જ્યારે ઓગસ્ટ 2025માં રાજુ સોલંકી અને તેમના સમર્થકો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો અને તેમને સુરતની જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ કેસે સૌરાષ્ટ્રમાં ભારે ચર્ચા જગાવી હતી.

Gondal news :સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ
હાલમાં બન્ને પક્ષોએ મે અને ઓગસ્ટ મહિનાની જેલયાત્રાને ભૂલીને સમાધાન કરવાનો નિર્ણય લીધો છે. સમાધાન દરમિયાન બન્ને જૂથોના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ સૌહાર્દપૂર્ણ બન્યું હતું.
આ વિવાદ અંગે જયરાજસિંહ જાડેજાએ અગાઉ પોતાના કટ્ટર રાજકીય હરિફ અનિરુદ્ધસિંહ જાડેજા પર વિવાદ વકરાવવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે, આ મામલો રાજકીય રીતે વધુ ઉગ્ર બનાવવામાં આવ્યો હતો.

રાજકીય વર્તુળોમાં આ સમાધાનને સૌરાષ્ટ્રના રાજકારણમાં મહત્વપૂર્ણ ઘટનાક્રમ તરીકે જોવામાં આવી રહ્યું છે.
અમારી યૂ ટ્યૂબ ચેનલ સાથે જોડાવો :


