Surendranagar news :સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માગ

0
100
Surendranagar news
Surendranagar news

Surendranagar news :સુરેન્દ્રનગર જિલ્લામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની EDએ ધરપકડ કરી તેમને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. ED દ્વારા આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવશે.

Surendranagar news

ગઈકાલે (24 ડિસેમ્બર, 2025) ED દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર રાજેન્દ્ર પટેલ તથા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને વહેલી સવારથી દરોડા પાડવામાં આવ્યા હતા. વઢવાણ અને સુરેન્દ્રનગર એમ બે અલગ-અલગ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

Surendranagar news :14 કલાક સુધી સર્ચ ઓપરેશન

કલેક્ટરના બંગલામાં સતત 14 કલાક સુધી તપાસ ચાલી હતી. આ દરમિયાન EDના અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરવાનું ટાળ્યું હતું. તપાસ કયા મુદ્દે હાથ ધરાઈ છે તે અંગે સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

બેનામી સંપત્તિ અને ગેરરીતિઓની આશંકા

તપાસ દરમિયાન બેનામી સંપત્તિ અને અન્ય ગેરરીતિઓના પુરાવા મળ્યાની ચર્ચા છે. દસાડા તાલુકાના નાવિયાણી ગામ અને લખતર તાલુકાના તલસાણા ગામના કૌભાંડ સાથે આ મામલો જોડાયેલો હોવાનું મનાઈ રહ્યું છે.

Surendranagar news

Surendranagar news :વકીલ અને અન્ય અધિકારીઓની ભૂમિકા તપાસ હેઠળ

આ કેસમાં સુરેન્દ્રનગરના એક વકીલની પણ ભૂમિકા હોવાની માહિતી સામે આવી છે, જેમના નિવાસસ્થાને પણ ED પહોંચી હતી. સાથે જ કલેક્ટરના પીએની સંડોવણી અંગે ચર્ચા તેજ બની છે.

ED દ્વારા તપાસ વધુ ઘનિષ્ઠ બનાવવામાં આવી છે અને આવનારા દિવસોમાં વધુ ધરપકડો અથવા કાર્યવાહી થવાની શક્યતા છે.

આ પણ વાંચો :IAS Transfer List :રાજ્યમાં વહીવટી ફેરફાર: એક સાથે 26 IAS અધિકારીઓની બદલી, CMO સહિત મહત્વના વિભાગોમાં નવી નિયુક્તિઓ