Gondal : જયરાજસિંહને પાટીદાર આગેવાને આપી ચેલેન્જ , રાજદીપને થપ્પડ મારી બતાવો.#rajdipsinh,#gondal,#jayrajsinhjadeja

0
160
Gondal
Gondal

Gondal : ગોંડલના બહુચર્ચિત અમિત ખુટ આત્મહત્યા કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. રીબડાના રાજદીપસિંહ જાડેજાએ  ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. આ બધાની વચ્ચે એક પાટીદાર આગેવાનની ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને ચેલેન્જ આપવામાં આવિ છે અને રાજદીપસિંહ રિબડાને એક લાફો મારવા જણાવ્યું છે,

Gondal

Gondal : ગોંડલમાં બે બહુબલીઓ વચ્ચેની લડાઈ ચાલી રહી છે, ક્ષત્રિય સમાજના બંને આગેવાન અનિરરૂદ્ધસિંહ રિબડા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહિ છે , આ બધાની વચ્ચે ગોંડલ ના બહુચર્ચિત અમિત ખુટ આત્મહત્યા કેસમાં આખરે રીબડાના રાજદીપસિંહ જાડેજાએ  ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે. રાજદીપસિંહ છેલ્લા પાંચથી છ મહિનાથી પોલીસને ચકમો આપીને ફરાર હતો. પોલીસએ તેમની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Gondal

Gondal : રાજદીપની સુપ્રીમે અરજી ફગાવી

તમને જણાવી દઈએ કે અમિત ખુટ દ્વારા લખાયેલ સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ હતો. આના આધારે બંને વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયા બાદ રાજદીપસિંહ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આગોતરા જામીન માટે દોડધામ કરી હતી, પરંતુ બંને કોર્ટોએ તેમની અરજી ફગાવી દીધી હતી.

Gondal

Gondal : આ કેસમાં રાજદીપસિંહના પિતા અને મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાએ અગાઉ આત્મસમર્પણ કર્યું હતું.  ત્યારે અત્યારે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે જેમાં પટેલ સમાજના આગેવાન તરીકે જણાવી રહેલા એક વ્યક્તિ જયરાજસિંહને ચેલેન્જ આપતા કહેતા સાંભળાય છે કે  ભૂતકાળમાં પાટીદાર સમાજના અનેક યુવાનોને જયરાજસિંહે લોક અપમાં જઈને માર માર્યો છે, ત્યારે હવે જો જયરાજસિંહમાં હિંમત હોય તો લૉકપ માં બંધ રાજદીપસિંહને એક ફડાકો મારી બતાવે ,,,

વધુ સમાચાર માટે અહી ક્લિક કરો :

Blood Pressure: હાઈ કે લો બીપી ચેક કરતી વખતે સામાન્ય ભૂલો ટાળો, જાણો નિષ્ણાતો સૂચવેલી સાચી રીત