સુરત એરપોર્ટ  પર 27 કરોડનો ગોલ્ડ પેસ્ટ પકડાયું- જાણો શુ છે ગોલ્ડ પેસ્ટ અને કેવી રીતે થાય છે તસ્કરી !

0
185
સુરત ગોલ્ડ
સુરત ગોલ્ડ

સુરત એરપોર્ટ પરથી 27 કરોડ રૂપિયાના ગોલ્ડ સાથે 4 શખસોને ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદ ડીઆરઆઈ (ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ)ની તપાસમાં ગોલ્ડ લાવનાર ચારેય શખસ કેરિયર હોવાનું ખૂલ્યું છે અને ચારેય જણા આ 45 કિલો ગોલ્ડ સુરત થી શારજાહથી બેગમાં લઈ આવ્યા હતા.ડીઆરઆઈને શંકા છે કે કસ્ટમ વિભાગનો કોઈ અધિકારી પણ સંડોવાયેલો હોઈ શકે છે. આટલું બધું  ગોલ્ડ સુરત માં આખરે કોણે મંગાવ્યું તે દિશામાં તપાસ મોટા રહસ્યસ્ફોટ કરે તેવી શક્યતા છે.

સુરત એરપોર્ટ જાણે ગોલ્ડની દાણચોરી કરનારા માટે સ્વર્ગ બન્યું હોય તે રીતે છેલ્લા બે મહિનામાં ગોલ્ડ પકડાઈ રહ્યું છે. જોકે, શનિવારે મોડી રાતે શારજાહથી આવેલી ફ્લાઇટમાં અત્યાર સુધીનું સૌથી મોટું 45 કિલો સોનાનું કન્સાઈનમેન્ટ પકડી પાડવામાં ડીઆરઆઈને સફળતા મળી હતી. ડીઆરઆઈના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે અધિકારીઓ એરપોર્ટ પર ગોઠવાઈ ગયા અને શારજાહથી સુરત આવેલી ફ્લાઈટમાંથી ઉતરીને એરપોર્ટની બહાર નીકળતા 4 શખ્સની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. તેમની પાસેની બેગમાં તપાસ કરતા પેસ્ટ તરીકે લવાયેલુ 45 કિલો ગોલ્ડ મળી આવ્યું હતું.

ખુલ્લેઆમ દાણચોરીમાં મિલીભગતની આશંકા

ડીઆરઆઈના વર્તુળોનું કહેવું છે કે, અત્યાર સુધી તો શરીરમાં પેસ્ટ તરીકે ગોલ્ડ છૂપાવીને લાવવા કિસ્સાઓ સામે આવ્યા હતા, પરંતુ ખુલ્લેઆમ આ રીતે બેગમાં પેસ્ટ તરીકે ગોલ્ડ અને તે પણ આટલી મબલખ માત્રામાં સોનુ લઈ આવવાની આ પહેલી ઘટના છે. એટલે, તેમાં કસ્ટમના અધિકારીઓની પણ સંડોવણી હોય તેવું નકારી શકાય તેમ નથી. અમે તે દિશામાં પણ તપાસ કરી રહ્યાં છીએ. પ્રાથમિક તપાસમાં 45 કિલો ગોલ્ડ નીકળ્યું છે, આ સોનાની બજાર કિંમત આશરે 27 કરોડ થાય છે.

દોઢ મહિનામાં જ બે કરોડનું ગોલ્ડ પકડાયું

45 કિલો સોનું લાવનારા ચારેય કેરિયરની પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીઆરઆઈનું માનવું છે કે, આ લોકો ફક્ત કેરિયર છે, તેઓ કોના ઈશારે કામ કરે છે. ગોલ્ડ મંગાવનારા કોણ છે ત્યારે સુધી પહોંચવું જરૂરી છે. ડીઆરઆઈએ છેલ્લા દોઢ મહિનામાં આ ચોથી વખત સુરત એરપોર્ટ પરથી ગોલ્ડ પકડ્યું છે. આ 27 કરોડના સોના સિવાય છેલ્લા દોઢ મહિનામાં બે કરોડ રૂપિયાનું ગોલ્ડ પકડાયું હતું.