ગાંધી સામે ગોડસેની લડાઈ:કોંગ્રેસ પ્રવક્તા

0
176

કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા પર નિશાન સાધતા કહ્યું કે ગાંધી સામે ગોડસેની વૈચારિક લડાઈ ચાલી રહી છે. આ સ્થિતિમાં ભાજપના નેતાઓને લડવું પડશે. નથુરામ ગોડસે સાથે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલો રાહુલ ગાંધીએ નારો આપેલો છે જેના પર ભાજપના રાષ્ટ્રીય પ્રમુખે આક્ષેપ કર્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે એ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પર શાબ્દિક પ્રહાર કર્યા છે .

સુપ્રિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભાજપે જે નફરતની રાજનીતિ કરી છે તેની સામે અમારી ગાંધીજીના વિચારોને સમર્પિત વૈચારિક લડાઈ ચાલી રહી છે. અમે પ્રેમ, અહિંસા,અને સત્ય સાથે ઉભા છીએ અને તેઓ ગોડસેના વિચારો સાથે.

અહી ઉલ્લેખનીય છેકે દેશમાં આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓ દરેક પક્ષે શરૂ કરી દીધી છે અને તેમાં વિપક્ષ આક્રમક દેખાઈ રહ્યો છે. ખાસ કરીને ભાજપ સામે મહા ગઠબંધનમાં દરેક વિપક્ષ જોડાય તે માટે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર મહેનત કરી રહ્યા છે સાથેજ 12 જુને એક બેઠક પણ યોજાશે. આ ઉપરાંત શરદ પવાર કહી ચુક્યા છેકે હું વડાપ્રધાન પદની રેસમાં નથી.

દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાએ વિપક્ષોના મહા ગઠબંધન વિષે આજે સવાલ કર્યો કે મને બતાવો કઈ વિપક્ષી પાર્ટીએ ભાજપા સાથે કામ ના કર્યું હોય અથવા તેમની સાથે જોડાઈ ના હોય. અને ગઠબંધન વિષે અગામી સમયમાં નિર્ણય લેવામાં આવશે તેમ કહ્યું હતું.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં ભારતીય સમુદાય ના કાર્યક્રમોમાં ભાજ્હાપ અને RSS પર શાબ્દિક પ્રહારો કરી રહ્યા છે. ભાજપ અને RSS પણ તેનો વળતો જવાબ આપી રહી છે.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ