GMERS : GMERSની ફી માં તોતિંગ વધારાના વિરોધનો અવાજ બન્યું VR LIVE, પાવર પ્લે કાર્યક્રમ બાદ રાજ્ય સરકારે GMERSની ફી માં કર્યો ઘટાડો

0
173
GMERS
GMERS

GMERS :  VR LIVE ના પાવર પ્લે કાર્યક્રમમાં વિધાર્થીઓનો અવાજ બન્યા  બાદ  રાજ્ય સરકારે મેડીકલ ક્ષેત્રની ફી માં ઘટાડો કર્યો છે , રાજ્ય સરકારે GMERS(ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી) મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો કર્યો છે. ગવર્નમેન્ટ ક્વોટોમાં 1.75 લાખનો અને મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખનો ઘટાડો કર્યો છે. રાજ્ય સરકારે ગવર્નમેન્ટ ક્વોટામાં જાહેર કરેલી 5.50 લાખ ફીને બદલે હવે 3.75 લાખ નક્કી કરી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટોમાં જાહેર કરેલી 17 લાખ ફીને બદલે હવે 12 લાખ ફી રહેશે.

GMERS : ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી અન્ય ખાનગી મેડીકલ કોલેજની સરખામણીએ ઘણી ઓછી અને સમાજના તમામ વર્ગને પરવડે તેવી હતી. પરંતુ તાજેતરમાં GMERS સંચાલિત તમામ મેડિકલ કોલેજની ફીમાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા રાજ્ય સરકારે 13 GMERS કોલેજમાં ફી વધારો કર્યો હતો. આ ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો હતો..જેનો વિરોધ મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ, નેતાઓ કરી રહ્યા હતા.

GMERS

સરકારી ક્વોટામાં ફી 3.40 લાખથી વધારીને 5.5 લાખ કરાઈ હતી, તો મેનેજમેન્ટ ક્વોટામાં ફી 9.07 લાખથી વધારીને 17 લાખ કરાઈ હતી, જ્યારે NRI ક્વોટામાં 9.07 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી હતી.  

GMERS : ગુજરાતમાં 80 લાખમાં MBBS થાય, વિદેશમાં 25થી 30 લાખમાં

GMERS


GMERS : મેડિકલના મોટાભાગના વિદ્યાર્થી ઓછી ફીના લીધે જ વિદેશ ભણવા જાય છે. કારણ કે અહીંની ફી પોસાય તેમ નથી. બીજું કે હવે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા એકદમ સરળ બની છે વિદ્યાર્થી 24થી 48 કલાક દરમિયાન વિશ્વના ગમે તે દેશમાં જઈ શકે છે. આપણે ત્યાં મેડિકલમાં ત્રણ પ્રકારે કોલેજ છે જેમાં પ્રથમ સરકારી જેમાં ફી એકદમ ઓછી હોય છે, બીજી સેમિ ગવર્નમેન્ટ જેમાં ફી ખાનગી કોલેજ કરતાં ઓછી હોય છે અને ત્રીજી ખાનગી મેડિકલ કોલેજ જેમાં ફીનું ધોરણ ખૂબ ઊંચું હોય છે. ગુજરાતમાં આશરે 80 લાખમાં MBBS થાય છે જ્યારે વિદેશમાં 25થી 30 લાખમાં હોસ્ટેલ ફી સહિત બધા ખર્ચા સાથે થઇ જાય છે.

જોવો અમારો પાવર પ્લે કાર્યક્રમ ….

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો