Gmail vs Xmail  :  GMAIL ને ટક્કર મારવા એલન મસ્ક લાવી રહ્યા છે ‘XMAIL’, કરી જાહેરાત

0
215
Gmail vs Xmail
Gmail vs Xmail

Gmail vs Xmail  : તમે રોજીંદા કામ માટે મેલનો ઉપયોગ કરતા હશો,  સોશિયલ સાઈટ gmail કે yahoo મેલ વાપરતા હશો, ત્યારે હવે વધુ એક મેલ સાઈટ આપને જલ્દી જ મળશે, gmail ને ટક્કર મારવા માટે ટેસ્લાના માલિક એલન મસ્ક જલ્દી ‘XMAIL’ લાવી રહ્યા છે, જેની જાહેરાત ખુદ એલન મસ્કે કરી છે.    

Gmail vs Xmail

Gmail vs Xmail: એલન મસ્ક હવે Gmail સાથે સ્પર્ધા કરવાની તૈયારીમાં છે. મસ્કે એક યુઝરના સવાલનો જવાબ આપતા આ બાબત જણાવી હતી. ChatGPT લોન્ચ કર્યા પછી એલન મસ્કે Xmailના લોન્ચની પુષ્ટિ કરશે, જે સીધી રીતે Googleના Gmail સર્વિસ સાથે સ્પર્ધા કરશે. મસ્કે પહેલા પણ જણાવ્યું હતું કે, તેનું લક્ષ્ય તમામ વસ્તુઓ પર એપ બનાવવાનું છે. તેવી સંભાવના છે કે, એક્સ મેલ તે XAI પર બનાવા જઇ રહ્યું છે.

Gmail vs Xmail  : એલન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે, XMail નામની નવી પ્રોડક્ટ ટૂંક સમયમાં આવી રહી છે. મસ્કે આ પ્રકારની જાહેરાત સોશિયલ મીડિયમાં એક ફેક તસવીર વાયરલ થયા બાદ કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, Gmail બંધ થવાનું છે. મસ્કે તેની આગામી Xmail સેવા વિશે વધું વિગતો આપી નથી, તેથી તેને ક્યારે એક્સેસ આપવામાં આવશે તે વિશે કોઇ માહિતી નથી. જોકે, તેને X Apps માં એડ કરવામાં આવશે તેવી ધારણા છે.

Gmail vs Xmail

Gmail vs Xmail  : આ બાબતની પુષ્ટિ ત્યારે થઇ જ્યારે એક્સની સિક્યોરિટી એન્જિનિયરિંગ ટીમના સભ્ય નાથન મેકગ્રેડીએ પોસ્ટ કરતા કહ્યું કે, આપણે XMail ક્યારે બનાવી રહ્યા છીએ? જેના જવાબમાં મસ્કે કહ્યું કે Comming Soon. કહેવામાં આવી રહ્યું છે કે Xmail આવવાથી Emailમાં મોટી ઉથલ પાથલ જોવા મળી શકે છે.

Gmail vs Xmail :  GMAIL ના દુનિયાભરમાં 1.8 અબજ યુઝર્સ

Gmail vs Xmail

આ વચ્ચે એક યુઝરે કોમેંટ કરતા કહ્યું કે, GMail પરથી ભરોસો ઉઠી ગયો છે. હવે જલ્દીથી XMail પર ટચ કરવાનો સમય આવી રહ્યો છે. બીજા યુઝરે કહ્યું કે, જીમેલ તે વિશ્વની સૌથી લોકપ્રિય ઇમેલ સેવા છે, જેમાં 2024 સુધીમાં વૈશ્વિક સ્તરે 1.8 અબજથી વધુ સક્રિય યુઝર્સ છે.

એક્સ પર પોસ્ટ વાયરલ થતા તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જીમેલ બંધ થઇ જશે. જેનાથી લોકોમાં પરેશાની જોવા મળી રહી છે. પોસ્ટમાં એક સ્ક્રીનશોટ હતો, જેમાં લખવામાં આવેલ હતું કે, ગૂગલ જીમેલને બંધ કરવા માગે છે, જે પોસ્ટ ખુબ જ વાયરલ થઇ હતી. તે પોસ્ટમાં વધુ લખવામાં આવ્યું હતું કે, જીમેલનો અંત આવી રહ્યો છે. 1 ઓગસ્ટ, 2024 સુધીમાં જીમેલ સત્તાવાર રીતે બંધ થઇ જશે.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे