Global Snub: આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડવાનો સિલસિલો યથાવત છે. આ વખતે પાકિસ્તાનના શક્તિશાળી આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને જર્મનીમાં એક એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પાકિસ્તાનની ભારે મજાક ઉડી રહી છે.
Global Snub: ‘ઓળખનું સંકટ’: ગાર્ડે પ્રોટોકોલ સમજાવ્યો

જર્મનીમાં આયોજિત પ્રતિષ્ઠિત મ્યુનિખ સિક્યુરિટી કોન્ફરન્સ (MSC) માં હાજરી આપવા પહોંચેલા આસિમ મુનીર જ્યારે રુઆબમાં અંદર પ્રવેશવા જઈ રહ્યા હતા, ત્યારે ત્યાં તૈનાત સિક્યુરિટી ગાર્ડે તેમને કોઈ સામાન્ય મુલાકાતીની જેમ અટકાવ્યા હતા.
- શું બની ઘટના? વીડિયોમાં જોઈ શકાય છે કે સિક્યુરિટી ગાર્ડે મુનીરને અટકાવીને પૂછ્યું, “થોભો… તમારું આઈડી કાર્ડ ક્યાં છે?” * બેઈજ્જતીનો વીડિયો: ગાર્ડે માત્ર આઈડી કાર્ડ જોયું જ નહીં, પણ તેમને કાર્ડ પલટાવીને બતાવવા માટે પણ કહ્યું જેથી તે સ્પષ્ટ રીતે જોઈ શકાય. પાકિસ્તાનમાં જેમના નામથી સરકારો બદલાઈ જાય છે, તેમને વિદેશમાં ગેટ પર ઉભા રહીને પોતાની ઓળખ આપવી પડી હતી.
Global Snub: સોશિયલ મીડિયા પર ઉડી મજાક

આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ યુઝર્સ પાકિસ્તાની કૂટનીતિ પર કટાક્ષ કરી રહ્યા છે. પાકિસ્તાનના જ પૂર્વ સૈન્ય અધિકારી આદિલ રાજાએ ચપટી લેતા ટ્વિટ કર્યું કે, “દુનિયામાં તેમને કોઈ ઓળખતું નથી. પાકિસ્તાનમાં જે સિંહ બને છે, તેમને જર્મનીના ગેટ પર પણ પોતાનો પરિચય આપવો પડે છે.”
Global Snub: જર્મનીમાં ભારે વિરોધ
ફક્ત સિક્યુરિટી ચેક જ નહીં, પરંતુ મુનીરના જર્મની પ્રવાસ સામે વિરોધ પણ જોવા મળ્યો.
- JSMM નો વિરોધ: જર્મની સ્થિત સિંધી સંગઠન ‘જેય સિંઘ મુત્તાહિદા મહાજ’ (JSMM) એ કોન્ફરન્સ સ્થળની બહાર દેખાવો કર્યા.
- આંતરરાષ્ટ્રીય નારાજગી: સંગઠને UN અને EU ને પત્ર લખીને પાકિસ્તાની સેના પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો અને આસિમ મુનીર જેવા વ્યક્તિને આવા પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં બોલાવવા બદલ નારાજગી વ્યક્ત કરી.
પાકિસ્તાન માટે આ ઘટના એક કૂટનીતિક આંચકા સમાન છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે તેમના સૌથી શક્તિશાળી નેતાને સાધારણ ગાર્ડ સામે ઓળખપત્ર માટે કરગરવું પડ્યું.
આ પણ વાંચો : કોલંબોમાં મહામુકાબલો! શું અભિષેક શર્માની વાપસી થશે? ઉસ્માન તારિકના રહસ્યમય સ્પિનથી ટીમ ઈન્ડિયા સાવધાન




