Glenn Maxwell : ગ્લેન મેક્સવેલે  ODI વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી

1
182
maxi
maxi

ગ્લેન મેક્સવેલ ICC વર્લ્ડ કપ 2023 માં મોડા-મોડે પણ પોતાના ફોર્મમાં પરત આવ્યો છે. સમય લાગ્યો પરંતુ તે આખરે આવ્યો અને જ્યારે તે ફોર્મ સાથે મેદાનમાં આવ્યો ત્યારે જે થયું એનાથી વધુ સારું બીજું કોઈ ના હોય શકે. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ઓછા સ્કોરની શ્રેણી પછી, મેક્સવેલે સ્ટ્રોકપ્લેના શાનદાર પ્રદર્શનમાં 40 બોલમાં વર્લ્ડ કપની અત્યાર સુધીની સૌથી ઝડપી સદી ફટકારી છે, ઓસ્ટ્રેલિયાએ નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નેધરલેન્ડ સામે 8 વિકેટે 399 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell )ના નામે 15, 3, 31* અને 0 ના સ્કોર હોવા છતાં, તે આ રમતમાં દબાણમાં હતો. શું ખરેખર તે દબાણ હેઠળ હતો? જો તે દબાણ હેઠળ હોત તો આટલી શાનદાર બેટિંગ ન કરી શક્યો હોત.

Glenn Maxwell
Glenn Maxwell

ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell) 40 બોલમાં તેની સદી પૂરી કરી, જે પુરુષોના ODI વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ઝડપી છે. મેક્સવેલે એડન માર્કરામનો રેકોર્ડ તોડ્યો છે, જે દિલ્હીમાં શ્રીલંકા સામે 49 બોલમાં સદી ફટકારી હતી. એડન માર્કરામ દ્વારા માત્ર ત્રણ અઠવાડિયા પહેલા જ બનાવેલો રેકોર્ડ મેક્સવેલે તોડ્યો છે.

Glenn Maxwell 1

અત્રે ઉલ્લેખનીય છે કે, મેક્સવેલ (Glenn Maxwell)ના શોટ સિલેક્શનથી દિગ્ગજ ભારતીય બેટર સુનીલ ગાવસ્કર એટલા નાખુશ હતા કે બુધવારે સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રી-મેચ શોમાં તેણે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરને બેદરકાર ગણાવ્યો હતો.

પાકિસ્તાન સામેની મેચમાં કંગાળ પ્રદર્શનના કારણે શોટ-પસંદગી માટે મેક્સવેલને ગાવસ્કર દ્વારા ‘બેદરકાર’ કહેવામાં આવ્યા હતા, આ ટીપ્પણી બાદ મેક્સવેલ નેધરલેન્ડ્સ સામે વિશ્વ કપની સૌથી ઝડપી સદી સાથે બેટ દ્વારા જવાબ આપ્યો છે.

1 COMMENT

Comments are closed.