Gir Farmers’ Mahapanchayat:Gir Farmers’ ,Mahapanchayat, આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત નું આયોજન કરવા માં આવ્યું. આ મહાપંચાયત 9 નવેમ્બર, શનિવારે ત્રણ પાટીયાથી જામજોધપુર વચ્ચે આવેલા આંબરડી ગામના પાટીયા પાસે યોજાશે. બોટાદ , સુરેન્દ્રનગર બાદ હવેવ ગીર સોમનાથમાં ખેડૂત મહાપંચાયત યોજવા જઇ રહી છે , AAPના ધારાસભ્ય હેમંત ખવાએ આ કાર્યક્રમની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે આ મહાપંચાયત માવઠાના કારણે થયેલા પાક નુકસાન સામે યોગ્ય વળતર તથા ખેડૂતોની અન્ય માંગણીઓને સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ છે.

Gir Farmers Mahapanchayat:મહાપંચાયત ના મુખ્ય મુદાઓ
Gir Farmers Mahapanchayat:હેમંત ખવાએ જણાવ્યું કે રાજ્યભરના ખેડૂતો હાલ નારાજગીની સ્થિતિમાં છે. એક તરફ પાકની ઉપજ ઘટી રહી છે, તો બીજી તરફ સરકાર તરફથી વળતર અને સહાય માટેની કાર્યવાહી ધીમી છે. ખેડૂતોના હિતમાં નીતિઓ બનાવવી અને વળતરનો લાભ સમયસર પહોંચે તે માટે આ મહાપંચાયત દ્વારા મજબૂત સંદેશ આપવાનો ઉદ્દેશ છે.

Gir Farmers Mahapanchayat:મહાપંચાયત માં aap ના કયા કયા નેતા ની હાજરી ?
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રમુખ ઈસુદાન ગઢવી, નેતા ગોપાલ ઇટાલીયા તેમજ અન્ય મુખ્ય નેતાઓ ઉપસ્થિત રહેશે અને ખેડૂતોના પ્રશ્નો અંગે પોતાના વિચારો રજૂ કરશે. મહાપંચાયત દરમિયાન ખેડૂતોના પ્રતિનિધિઓ પણ પોતાની મુશ્કેલીઓ અને માંગણીઓ ખુલ્લેઆમ રજૂ કરશે.

મહાપંચાયત ના મુખ્ય મુદાઓ
Gir Farmers Mahapanchayat:હેમંત ખવાએ જણાવ્યું હતું કે આ કિસાન મહાપંચાયત કોઈ રાજકીય મંચ નથી, પરંતુ ખેડૂતોના હકો અને હિત માટેનો સામૂહિક અવાજ છે. તેમણે રાજ્યના તમામ ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નોને મજબૂત બનાવવાની અપીલ કરી છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :




