GIFT CITY liquor permit : GIFT CITY માં કામ કરતા લોકો અને અધિકૃત મુલાકાતીઓને દારૂની પરમિટ આપવામાં આવશે. હોટેલ્સ દારૂ પીરસી શકે છે પરંતુ બોટલો વેચી શકતી નથી, જાણો વધુ વિગત
ગુજરાત સરકારે શુક્રવારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT CITY)માં ‘વાઇન એન્ડ ડાઇન’ (Wine and Dine) ઓફર કરતી હોટલ/રેસ્ટોરન્ટ/ક્લબમાં દારૂ પીવાની મંજૂરી આપી હતી. સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા તમામ કર્મચારીઓ/માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે, એક નોટિફિકેશનમાં જણાવાયું છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાને કારણે તેનું મહત્વ વધારે છે.
GIFT CITY – 886 એકર જમીનમાં ફેલાયલું ‘વૉક ટુ વર્ક’ સિટી
ગિફ્ટ સિટી એ 886 એકર જમીન પર એક સંકલિત વિકાસ છે, જેમાં 67% ની કોમર્શિયલ જગ્યા, 22%ની રહેણાંક જગ્યા અને 11%ની સામાજિક જગ્યા ધરાવતા બિલ્ટ અપ વિસ્તારના 62 મિલિયન ચોરસ ફૂટનો વિકાસ કરવાની યોજના છે. જેમાં અલ્ટ્રા-મોર્ડન ઓફિસ સ્પેસ, રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ્સ, સ્કૂલો, પ્રસ્તાવિત હોસ્પિટલ, ફાઇવ-સ્ટાર હોટેલ્સ, બિઝનેસ ક્લબ, વિવિધ મનોરંજન સુવિધાઓનો સમાવેશ થાય છે, જે આ શહેરને સાચા અર્થમાં ‘વૉક ટુ વર્ક’ સિટી બનાવે છે.
આ પગલાનો ઉદ્દેશ ગિફ્ટ સિટીમાં “સાંજે સામાજિક જીવન” (evening social life) પ્રદાન કરવાનો છે, જે ભારત અને વિદેશમાં અન્ય ફાઇનાન્સ અને ટેક્નોલોજી હબ્સમાં બિઝનેશ ટાયકૂનો દ્વારા માણવામાં આવે છે.-એમ ટોચના અધિકારીઓએ જણાવ્યું હતું.
વર્ષ 2020માં દારૂના કાયદામાં છૂટછાટ માટે થઇ હતી અરજી
27 સપ્ટેમ્બર, 2020ના રોજ, ગિફ્ટ મેનેજમેન્ટે ગિફ્ટ સિટીના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) વિસ્તારમાં દારૂના કાયદામાં છૂટછાટ આપવા માટે પ્રતિબંધ અને આબકારીના અધિક્ષકને પત્ર લખ્યો હતો. તેમને વિનંતી કરીને ‘સાંજે જાહેર સામાજિક જીવન’ (evening social life) ને સક્ષમ કરવાની હતી. ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949ની કલમ 139 (1) (સી), 146 (બી), અને 147 હેઠળ આ છૂટની માંગ કરવામાં આવી છે.
હવે આ નોંધનીય વિકાસમાં, ડ્રાય સ્ટેટ ગુજરાતના ગિફ્ટ સિટી (Gujarat International Finance Tec-City) માં કાર્યરત વ્યક્તિઓ અને અધિકૃત મુલાકાતીઓને હવે દારૂની પરમિટ આપવામાં આવશે, જે તેમને નિર્ધારિત વિસ્તારની અંદર આલ્કોહોલિક પીણાંની ઍક્સેસની મંજૂરી આપશે. જો કે, જ્યારે ગિફ્ટ સિટીની અંદરની હોટલોને દારૂ પીરસવાની પરવાનગી છે, ત્યારે તેઓ નવીનતમ નિયમો અનુસાર બોટલ્ડ આલ્કોહોલ વેચવા પર પ્રતિબંધિત છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો