GENIBEN THAKOR : બનાસકાંઠા લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેમણે ટ્રેક્ટરમાં બેસીને રેલી યોજી હતી, અને આ સાથે તેઓએ એક જાહેર સભામાં સંબોધન પણ કર્યું હતું.
GENIBEN THAKOR : સામાન્ય રીતે ચૂંટણી પહેલા ઉમેદવારો પોતાના એફિડેવિટમાં પોતાની સંપતિનો ઉલ્લેખ કરતા હોય છે. ત્યારે ગુજરાતની સૌથી હોટ બનેલી બનાસકાંઠા ચૂંટણી માટે આજે ભાજપ કોંગ્રેસ બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ફોર્મ bharti વેળાએ પોતાની સંપતિની જાહેરાત કરી હતી.
GENIBEN THAKOR : ગેનીબેન પાસે 37ની સંપતિ
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના મહિલા ઉમેદવારે તેમના ઉમેદવારી પત્રમાં સોગંદનામુ રજૂ કર્યું છે. જેમાં તેઓ સારી એવી રોકડ સોના ચાંદીના દાગીના અને મોંઘીદાટ ગાડી સાથે 36.29 લાખની મત્તા ધરાવતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેમના પતિ એક બાઈક સાથે 5.17 લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત નામૂ રજૂ કર્યું છે.
GENIBEN THAKOR : લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારને પોતાની મિલકત અંગે સોગંધનામું ફરજિયાત રજૂ કરવાનું થતું હોય છે. જેમાં બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા કોંગ્રેસનાં મહિલા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ પોતાની અને તેમના પતિની મિલકત અંગે સોંગઘનામું રજૂ કર્યું છે. મહિલા ઉમેદવારના જુદા-જુદા બેંક એકાઉન્ટમાં 11,64,432 રોકડ રકમ 10.50 લાખ રૂપિયાની એક ગાડી અને 10.50 લાખના 15 તોલા સોનાના દાગીના અને 2.45 લાખની 3.5 કિલો ગ્રામ ચાંદી મળી કૂલ 36, 29, 433ની મિલકત ધરાવતા હોવાનું અને તેમનાપતિ શંકરજી એક બાઇક સહિત 5,17 લાખની મિલકત ધરાવતા હોવાનું કબૂલાત કરી છે.
વધુ સમાચાર માટે – અહી કલિક કરો,
YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો
હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો