GENIBEN : ગુજરાતમાં ફાઇનલી દસ વર્ષની તપસ્યા બાદ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ‘બનાસના બેન’ ગેનીબેન ઠાકોર થકી બનાસકાંઠામાં ખાતું ખોલવામા સફળતા મેળવી છે. બનાસના બેને અગાઉ કોંગ્રેસમાં પડતી તકલીફો મુદ્દે ઘણી વાર જાહેરમાં બળાપો કાઢ્યો છે. એટલે ઘણાં સમયથી બેન કંટાળીને રાજીનામું આપશે એવી અફવાઓ અવારનવાર ઉડી હતી. પરંતુ ફાઇનલી હવે બેનના રાજીનામાની વાત સાચી પડી છે. જોકે, તેનુ કારણ કોંગ્રેસનો કંટાળો નહીં પણ લોકસભા ચૂંટણીમાં જીતનો શુભ અવસર છે.

GENIBEN : તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસના ગેનીબેન વાવ સીટ પરથી ધારાસભ્ય હતા નિયમ મુજબ ચૂંટાયાના 14 દિવસમાં રાજીનામું આપવાનું હોય છે. જેથી ગેનીબેન આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું હતું, આ સાથે જ વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનું સંખ્યાબળ 13થી ઘટીને 12 થઈ ગયું છે. આ બેઠક ખાલી થયાની જાહેરાત બાદ 6 મહિનામાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.

GENIBEN : આ ઉપરાંત ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર અમદાવાદમાં આવેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર થોડીકવારમાં પહોંચશે . જ્યાં કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે આ જીતની ઉજવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 2009 બાદ પહેલીવાર કોંગ્રેસનો કોઈ ઉમેદવાર લોકસભા ચૂંટણી જીત્યો છે.
ભાજપની જીતનું સપનું ચકનાચૂર કરનાર ગેની બહેન ખરેખર બળિયાને લડાઇ મેદાનમાં ઝાંસીની રાણી સાબિત થયા છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસ કાર્યકરોમાં જોશ-જોમ ભરવા પણ તૈયારીઓ કરી રહી છે. ભારે રસાકસી બાદ આખરે ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાની બેઠક જીતી લેતા ભાજપની હેટ્રિકની ખુશી છીનવાઇ છે ને ગેનીબેન ઠાકોર હવે ગુજરાત કોંગ્રેસના લડાયક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.
GENIBEN : કોણ છે ગેનીબેન ?

GENIBEN : ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો