Gas Crisis Hits Morbi: 250 જેટલા સિરામિક કારખાનાઓને લાગ્યા તાળાં, હજારો શ્રમિકોની હિજરત શરૂ

0
132
Gas Crisis Hits Morbi
Gas Crisis Hits Morbi

Gas Crisis Hits Morbi:વિશ્વવિખ્યાત મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલમાં ઈતિહાસના સૌથી મોટા ગેસ સંકટનો સામનો કરી રહ્યો છે. પ્રોપેન અને નેચરલ ગેસના પુરવઠામાં આવેલા વિક્ષેપને કારણે છેલ્લા 15 દિવસમાં અંદાજે 250 જેટલા સિરામિક એકમો બંધ થઈ ગયા છે. આ સ્થિતિને કારણે હજારો શ્રમિકો બેરોજગાર બન્યા છે અને હવે તેઓ પોતાના પરિવાર સાથે વતન તરફ પલાયન કરી રહ્યા છે.

Gas Crisis Hits Morbi

Gas Crisis Hits Morbi:વાંકાનેર રેલવે સ્ટેશન પર માનવ મહેરામણ ઉમટ્યો

રોજગારી છીનવાઈ જતાં મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના શ્રમિકો ભારે હૈયે મોરબી છોડી રહ્યા છે. વાંકાનેર રેલવે સ્ટેશન પર સામાન્ય દિવસો કરતા ચાર ગણો ટ્રાફિક જોવા મળી રહ્યો છે. સ્ટેશન માસ્ટર ધર્મેન્દ્ર કુમારના જણાવ્યા મુજબ, શ્રમિકો ટિકિટ માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહે છે.

Gas Crisis Hits Morbi:શા માટે સર્જાઈ આ સ્થિતિ?

  • ગેસની અછત: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધની અસરોને કારણે છેલ્લા 15 દિવસથી પ્રોપેન ગેસનો સપ્લાય ખોરવાયો છે.
  • ખર્ચમાં વધારો: કોલસાના ભાવ વધતા પેપર મિલો અને પ્લાસ્ટિકના દાણા મોંઘા થતા પોલીપેક ઉદ્યોગ પર પણ માઠી અસર થઈ છે.
  • ઉત્પાદન ઠપ: ગેસ વગર સિરામિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન અશક્ય હોવાથી એકમો પાસે કારખાના બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
Gas Crisis Hits Morbi

Gas Crisis Hits Morbi:“બેરોજગારી કરતા વતન ભલું”

બિહારના મનીષકુમાર, જે 8 વર્ષથી અહીં કામ કરતા હતા, જણાવે છે કે, “અચાનક ગેસ બંધ થતા કામ છૂટી ગયું છે, હવે અહીં રહેવું મુશ્કેલ છે.” તેવી જ રીતે મધ્યપ્રદેશના રાજુભાઈએ કહ્યું કે, તેમનું 15 લોકોનું ગ્રુપ બેરોજગાર થઈ ગયું છે અને આર્થિક મૂંઝવણ ટાળવા તેઓ વતન પરત જઈ રહ્યા છે.

Gas Crisis Hits Morbi:સુરત બાદ હવે મોરબીમાં પણ ‘ચૂલા ઠર્યા’

નોંધનીય છે કે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ ગેસની અછતને કારણે શ્રમિકોની હિજરત જોવા મળી રહી છે. મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયાના જણાવ્યા મુજબ, જો ગેસની સ્થિતિ જલ્દી નહીં સુધરે તો આગામી દિવસોમાં વધુ એકમો બંધ થઈ શકે છે.

મોટો સવાલ: મોરબીનો આ ધમધમતો ઉદ્યોગ ક્યારે ફરી બેઠો થશે? અને જે શ્રમિકો આજે વતન જઈ રહ્યા છે, શું તેઓ ફરી પાછા કામ પર આવશે? આ પ્રશ્નો હાલ ઉદ્યોગપતિઓ અને તંત્રને સતાવી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : ગુજરાતમાં ગેસ પુરવઠા અંગે સરકારનો મોટો નિર્ણય: PNG-LPG બંને કનેક્શન ધરાવતા પરિવારોએ બુધવાર સુધીમાં LPG સરેન્ડર કરવું પડશે