અમને લખતા શરમ આવે છે, તમને  વાંચતા પણ આવવી જોઈએ.. વરરાજાને થપ્પડ કેમ ? કેમ કે તે દલિત છે ?   

0
454
Gandhinagar
Gandhinagar

Gandhinagar : આપણે અંગ્રેજોની ગુલામીમાંથી બહાર આવી ગયા પરંતુ માનસિકતા હજુ પણ આપણી એટલી જ બીમાર છે, દુનિયા આખાને આપણે  વસુધેવ કુટુમ્બકમ વિશે સમજાવીએ છીએ પરંતુ પોતાના જ દેશના- ગામના લોકોને આપણે કુટુંબનો ગણતા નથી, દુનિયા આખી ૨૧મી સદીની મધ્યમાં પહોંચવા આવી પરંતુ હજુ આપણી માનસિકતા એજ ૧૯ મી સદીની છે. માણસાઈની નજરે શરમ આવી જાય તેવી જ એક ઘટના આપણા ગુજરાતમાં બની છે, જેમાં એક વરરાજાને વરઘોડો કાઢતા માર પડ્યો કેમ કે એ જાતિથી દલિત છે.

       

Gandhinagar

ગઇકાલે પાટનગર Gandhinagar માંથી એક આઘાતજનક ઘટના સામે આવી હતી, જિલ્લાના ચડાસણા ગામે એક દલિત યુવકના વરઘોડાને રોકવામાં આવ્યો હતો, એટલું જ નહીં બાદમાં વરરાજાને ઘોડી પરથી ઉતારીને માર માર્યો હતો. ગામના ચાર માથાભારે શખ્સોએ જાન લઇને આવેલા દલિત પરિવારને વરઘોડા કાઢવાની ના પાડી દીધી હતી, અને બાદમાં તેમની સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે માણસા પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી, હવે પોલીસે આ ઘટનામાં ચાર આરોપીઓની અટકાયત કરી છે.

Gandhinagar

પાટનગર Gandhinagar ના માણસાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ચડાસણા ગામમાં જાન લઈને પહોંચેલા પરિવાર સાથે ચાર શખ્સોએ ગેરવર્તન કર્યું હતું. વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો અને કારમાં પણ બેસવા દેવાયો ન હતો. જ્યારે જાનમાં સામેલ ડીજે વાળાને ધમકાવી ભગાડી મૂક્યો હતો. લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Gandhinagar : ચાર શખ્સોએ આવી વરઘોડામાં તોફાન મચાવ્યું

Gandhinagar


ગાંધીનગર જિલ્લાના કલોલમાં રહેતા ચાવડા પરિવારના સભ્યો તેમના પુત્ર વિકાસના લગ્ન હોય જાન લઈને ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચડાસણા ગામ પહોંચ્યા હતા. 12 ફેબ્રુઆરીએ ચાવડા પરિવારના સભ્યો જ્યારે ચડાસણ ગામના ચોકમાં પહોંચ્યા ત્યારે સામેથી દીકરી પક્ષના લોકો સામૈયું લઈને આવ્યા હતા. જાનૈયાઓ ડીજેના તાલે નાચતા નાચતા કન્યાપક્ષના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે જ બાઈક પર આવી ચડેલા એક શખ્સે ઘોડી પર સવાર વરરાજાની ફેટ પકડીને નીચે ઉતાર્યો હતો. માથાભારે શખ્સે કહ્યું તું કે, ‘દલિતોએ વરઘોડો નહીં કાઢવાનો. ગામનો રિવાજ ખબર નથી?, વરઘોડો કાઢવો હોય તો અમારી પરમિશન લેવી પડે’ ગાળો બોલી રહેલા શખ્સને જાનૈયાઓએ શાંત પાડવાનો પ્રયાસ કરતા આ સમયે અન્ય ત્રણ લોકો તેનું ઉપરાણું લઈને આવ્યા હતા અને જાનૈયાઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી.

Gandhinagar : લગ્નપ્રસંગ પૂર્ણ કર્યા બાદ પરિવારે ફરિયાદ નોંધાવી

Gandhinagar


વરઘોડા દરમિયાન બબાલ થતા ચાવડા પરિવારના સભ્યોએ 100 નંબર ડાયલ કરી ઘટનાસ્થળ પર પોલીસ બોલાવી લીધી હતી. બાદમાં લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ વરઘોડામાં તોફાન મચાવનારા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે શૈલેષજી સરતાનજી ઠાકોર, જયેશકમાર જીવણજી ઠાકોર, સમીરકુમાર દિનેશજી ઠાકોર અને અશ્વિનકુમાર રજૂજી ઠાકોર નામના ચાર શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર લખતા અમને જેટલી શરમ આવી રહી છે, આપણી માનસિકતા પર, આશા રાખીએ છીએ તમને પણ એટલી જ શરમ અને લાજ અનુભવાય આ વાંચતા, કેમ કે દેશને જો પ્રેમ કરો છો, તો સમજો અને વિચારો દલિત સમુદાય પણ આ દેશના જ નાગરિક છે જે દેશને તમે ભારત માં કહીને બોલાવો છો.

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

राजस्थान में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने