Gandhinagar આજે Health કર્મચારી મહામંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, Gandhinagar Health Employee મહામંડળની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ.જ્યાં પ્રમુખ રણજીતસિંહ મોરી અને આરોગ્ય વિભાગ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. સરકારના અભિગમને લઇને આરોગ્ય કર્મચારીઓએ સંમતિ દર્શાવી છે, આજની બેઠક સુખદ વાતાવરણમાં યોજાઈ હતી, જ્યાં આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યુ કે સરકારએ સંવેદનશીલતા દાખવી છે. તેમણે કહ્યું કે કેટલાક કર્મચારીઓને હાજર કરી દેવામાં આવ્યા છે અને સરકાર સાથે કેટલાક મુદ્દાઓ પર સહમતિ પણ થઈ છે.
મોરી એ જણાવ્યું કે
“ખાતાકીય પરીક્ષાના મુદ્દે સરકાર અને મહામંડળ વચ્ચે ચર્ચા થઈ છે જેમાં અમુક બાબતો પર સહમતી થયેલી છે. ટેકનિકલ અહેવાલને લઈને હવે બીજી બેઠક યોજાશે, જેમાં વધુ સ્પષ્ટતા મળશે. સરકાર તરફથી પોઝિટિવ અભિગમ જોવા મળી રહ્યો છે.”

Gandhinagar Health Employee મહામંડળ
મહામંડળના પ્રમુખે સ્પષ્ટ કર્યું કે તેઓ રાજ્યના 33 જિલ્લા માટે બેઠક યોજી રહ્યા છે, અને આગામી 2 દિવસમાં હડતાળ ચાલુ રાખવી કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.

Gandhinagar Health Employee બે દિવસમાં અમે હડતાળ અંગે નિર્ણય
“આગામી બે દિવસમાં અમે હડતાળ અંગે નિર્ણય લઈશું. પછી અમે આગળનો નિર્ણય કરીશું. હજી સુધી સરકારની સ્થિતિ પોઝિટિવ લાગી રહી છે, અને અમને આશા છે કે સારું નિરાકરણ આવશે.”

હવે જોવાનું એ રહેશે કે સરકાર અને આરોગ્ય કર્મચારી મહામંડળ વચ્ચે આગામી બેઠકમાં શું નિર્ણય લેવાય છે. જો સરકાર સમયસર યોગ્ય પગલા ભરે, તો હડતાળ ટળી શકે છે.

GANDHINAGAR : અંગ દઝાડતી ગરમીમાં શિક્ષકોના ધરણા | #ગાંધીનગર , #વ્યાયામ , #શિક્ષક , #વિરોધ , #ગરમી