Fuel Crisis in Gujarat:ગુજરાતમાં ઈંધણનું સંકટ અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પેટ્રોલ-ડિઝલનો જથ્થો ખૂટ્યો, પંપો પર વાહનચાલકોની લાંબી કતારો

0
162
Fuel Crisis in Gujarat
Fuel Crisis in Gujarat

Fuel Crisis in Gujarat: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગુજરાતના પેટ્રોલ પંપો પર દેખાવા લાગી છે. રાજ્યના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડિઝલની ભારે અછત સર્જાતા હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને ખાનગી કંપનીઓના પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગી ગયા છે, જેના કારણે સરકારી પંપો પર વાહનચાલકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.

Fuel Crisis in Gujarat:નાયરાના પંપો ખાલી, સરકારી પંપો પર રિઝર્વ સ્ટોક

અમદાવાદના બોપલ, ઘુમા અને એસ.પી. રિંગ રોડ જેવા વિસ્તારોમાં ઈંધણની અછત સૌથી વધુ જોવા મળી રહી છે.

  • ખાનગી પંપો બંધ: અનેક ખાનગી એજન્સીઓએ સપ્લાય બંધ થતા પંપો બંધ કરી દીધા છે.
  • રિઝર્વ સ્ટોક: પરિસ્થિતિની ગંભીરતા જોતા તંત્ર દ્વારા સરકારી વાહનો અને ઈમરજન્સી સેવાઓ માટે 3,000 લિટર ડિઝલ રિઝર્વ રાખીને પંપો સામાન્ય જનતા માટે બંધ કરવાની ફરજ પડી છે.
Fuel Crisis in Gujarat

Fuel Crisis in Gujarat:પેનિક બાઈંગથી સ્થિતિ વણસી

રાજકોટમાં IOC અને નાયરાના પંપો પર જથ્થો ખૂટી પડતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

  • રાજકોટ: જે પંપો પર પેટ્રોલ ઉપલબ્ધ છે ત્યાં વાહનચાલકોની લાંબી લાઈનો લાગી છે. HP અને BPCL ના પંપો પર ભારે ભીડ જોવા મળી રહી છે.
  • વડોદરા: અહીં ‘પેનિક બાઈંગ’ એટલે કે લોકો ડરના માર્યા વધારાનું ઈંધણ ભરાવી રહ્યા હોવાથી શોર્ટ સપ્લાયની સ્થિતિ સર્જાઈ છે. જથ્થો આવવામાં વિલંબ થતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે.
Fuel Crisis in Gujarat

Fuel Crisis in Gujarat: યુદ્ધ અને સંગ્રહખોરીનું જોખમ

ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઈંધણની આયાત પ્રભાવિત થઈ છે, જેની અસર ઉદ્યોગો અને હોટેલ-રેસ્ટોરન્ટ ક્ષેત્ર પર પણ પડી છે. બીજી તરફ, સરકારે સંગ્રહખોરો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે અને દાવો કર્યો છે કે પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે, છતાં જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો : મિશન ગુજરાત વડોદરામાં રાહુલ ગાંધીની ગર્જના, પાલિકા-પંચાયતની ચૂંટણી પહેલા ‘આદિવાસી સત્યાગ્રહ’નો શંખનાદ