આજથી દેશભરમાં રૂપિયા 2000ની નોટ બદલવાની શરૂઆત

0
48

RBIએ જાહેર કરી માર્ગદર્શિકા

દેશભરમાં આજથી તમામ બેંકમાં ૨૦૦૦ રૂપિયાની નોટ બદલી શકાશે . બેન્કોમાં તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઇ ગયા પછી નાગરિકો વધુમાં વધુ 10 નોટ બદલી શકશે . આ સાથે આરબીઆઈએ જણાવ્યું છેકે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાની જરૂર નથી સિંગલ વિન્ડો ની વ્યવસ્થા તમામ બેંકમાં કરવામાં આવી છે. આ ઉપરાંત RBIની પ્રાદેશિક કચેરીએ 31 સ્થળોએ પણ નોટ બદલવાની સગવડ કરવામાં આવી છે.