From Fulzar to Surat :#surat,#patidar, અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં થયેલી હિંસક જૂથ અથડામણના પડઘા હવે સુરત સુધી પહોંચી ગયા છે. ફુલઝર કાંડમાં પાટીદારો પર થયેલા હુમલા અને ત્યારબાદ તેમના સામે નોંધાયેલી ખોટી ફરિયાદોના વિરોધમાં સુરતમાં પાટીદાર સમાજે એક વિશાળ બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

From Fulzar to Surat : આ બેઠકમાં વિજય માંગુકિયા, અભિન કળથીયા, અલ્પેશ કથીરીયા સહિત અનેક અગ્રણી પાટીદાર નેતાઓએ ભાગ લીધો હતો. તમામે એકસ્વરે ફુલઝર ઘટનાની નિષ્પક્ષ તપાસ અને નિર્દોષ પાટીદારો પર લાગેલા 307 સહિતના ગુનાહિત કલમોને રદ્દ કરવાની માંગણી કરી હતી.
From Fulzar to Surat : પાટીદારો પર હથિયારોથી હુમલો, એકનું મોત

પાટીદાર આગેવાનોના જણાવ્યા અનુસાર, ફુલઝર ગામમાં કાઠી દરબારના કેટલાક યુવાનો અને પાટીદાર યુવાનો વચ્ચે જૂથ અથડામણ સર્જાઈ હતી. આ અથડામણ દરમિયાન કાઠી દરબાર પક્ષે હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલામાં 7 જેટલા પાટીદારો ઘાયલ થયા હતા, જ્યારે બહારગામથી આવેલા એક કાઠી દરબારનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર ગામમાં તંગદિલીનું વાતાવરણ છવાઈ ગયું હતું.
From Fulzar to Surat :સમાજનો આક્ષેપ
સુરત બેઠકમાં ઉપસ્થિત પાટીદાર આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસએ CCTV પુરાવા હોવા છતાં પાટીદારો સામે ખોટી ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, 29 જેટલા પાટીદારોને નામજોગ અને અન્ય 50 લોકોને અજાણ્યા આરોપીઓ તરીકે કેસમાં જોડવામાં આવ્યા છે.
સામાજિક આગેવાનોના કહેવા મુજબ, ફરિયાદમાં એવા યુવકોના નામ સામેલ છે જે ઘટના સમયે સ્થળ પર હાજર જ નહોતા — એક યુવક તે સમયે સુરતની હોસ્પિટલમાં ઓપરેશન હેઠળ હતો, જ્યારે બીજો યુવક પોતાના લગ્ન પ્રસંગમાં હાજર હતો.

From Fulzar to Surat : ન્યાય માટે રેલીરૂપે ફુલઝર જવાની જાહેરાત
પાટીદાર સમાજે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો ખોટી રીતે ફસાયેલા નિર્દોષ પાટીદારોના નામ ફરિયાદમાંથી દૂર નહીં થાય અને 307 જેવી ગંભીર કલમો દૂર નહીં કરવામાં આવે, તો સુરતથી ફુલઝર સુધી રેલી કાઢીને ન્યાય માટે આંદોલન તેજ કરવામાં આવશે.
સમાજના આગેવાનોનું કહેવું છે કે તેઓ કાયદેસર રીતે લડત લડશે, પરંતુ ન્યાય મળ્યા વિના પાછા નહીં ફરે. પોલીસ તંત્રને પુરાવાઓના આધારે નિષ્પક્ષ તપાસ કરવા અને દોષિતોને જ જવાબદાર ઠેરવવાની માંગણી કરવામાં આવી છે.સંદેશ સ્પષ્ટ છે:
“ન્યાય મળ્યા વિના પાટીદાર સમાજ શાંત નહીં બેસે — જો 307ની કલમ નહીં હટે તો ફુલઝર જવાની તૈયારી છે.
વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો :
Gir Farmers Mahapanchayat:આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત નું આયોજન કરવા માં આવ્યું.




