એશિયા કપની યજમાનીને લઈને PCB અધ્યક્ષ નજમ સેઠીના વારંવાર બદલાતા નિવેદન પર પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રીદી લાલઘૂમ થયા છે. આફ્રીદીએ આ અંગે કહ્યું હતું કે, નજમ સેઠીએ સમજવું જોઈએ કે, PCB ચેરમેનનું પદ ઘણુ મોટું છે. તેમના પર મોટી જવાબદારી છે. જેથી તેઓએ વારંવાર પોતાનું વલણ બદલવું જોઈએ નહીં. તેઓ એશિયા કપને લઈને વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યા છે. ક્યારેક કહે છે કે અહીં કરો તો ક્યારેક કહે ત્યાં કરો. હવે તેમણે ઈંગ્લેન્ડમાં એશિયા કપ યોજવાની વાત કરી છે. હું તેમની આ વાત પચાવી ન શક્યો. તેમણે દરેક જગ્યાએ ઈન્ટરવ્યુ આપવાની જરૂર નથી. અધ્યક્ષ એવા વ્યક્તિ હોવા જોઈએ કે જેમનો ઈરાદો મક્કમ હોય અને જે પોતાનું વલણ સ્પષ્ટ રાખે. તેઓ વારંવાર કહી રહ્યા છે કે, પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપ રમવા ભારત નહીં જાય. મને આ વાત સમજાતી નથી. તેઓએ સ્પષ્ટ કહેવું જોઈએ કે, જાવ ભારતમાં વર્લ્ડ કપ રમો અને ટ્રોફી જીતીને લાવો. આખો દેશ તમારી પાછળ ઉભો છે. ભારત જઈને વર્લ્ડ કપ જીતવાથી મોટી વાત શું હશે, તેમની માટે આ એક તમાચો છે.”