વસુંધરા રાજેએ ટ્વીટ કરીને આપી જાણકારી, હાલ આઈસોલેશન હેઠળ
દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કોરોનાએ હાલ સુધીમાં અનેક નેતાઓ, ઉદ્યોગપતિઓ, ક્રિકેટરો અને બોલિવુડ સ્ટાર્સ સહીત સામાન્ય લોકોને પણ પોતાના સંકજામાં લીધા છે. તે વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે, ભાજપના દિગ્ગજ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે કોરોના સંક્રમિત છે. તેઓ હાલમાં આઈસોલેશન હેઠળ છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે પોતાના સંપર્કમાં આવનાર લોકોને પણ તપાસ કરાવવા અને સાવચેતી દાખવવા જણાવ્યું છે.