Floods: તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરથી તબાહી, 432 ટ્રેન રદ, જનજીવન ઠપ્પ

0
149
Floods: તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરથી તબાહી, 432 ટ્રેન રદ, જનજીવન ઠપ્પ
Floods: તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરથી તબાહી, 432 ટ્રેન રદ, જનજીવન ઠપ્પ

Floods wreak havoc in Telangana and Andhra Pradesh: તેલંગાણામાં વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચી ગયો છે. મહેબુબાબાદમાં પૂરના પાણીમાં રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે, જેના કારણે ટ્રેનની અવરજવરને અસર થઈ છે. અનેક મુસાફરો અટવાયા છે. આ ઉપરાંત આસપાસના રસ્તાઓ પણ પૂરના પાણીથી તરબોળ બની ગયા છે.

Floods wreak havoc in Telangana
Floods: તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પૂરથી તબાહી, 432 ટ્રેન રદ, જનજીવન ઠપ્પ

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પૂર (Floods) અને પાણી ભરાઈ ગયા છે અને રોડ અને રેલ ટ્રાફિકને અવરોધ કરી રહ્યા છે.

અવિરત વરસાદને કારણે તાડલા પુસાપલ્લી અને મહબૂબાબાદ વચ્ચેનો રેલ્વે ટ્રેક 1 સપ્ટેમ્બરના રોજ ધોવાઈ ગયો હતો. જે બાદ સમારકામની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. ઘણા લાંબા અંતરની ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

Floods: ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં તેલંગાણાના અદિલાબાદ, જગિત્યાલ, કામરેડ્ડી, કોમારામ ભીમ આસિફાબાદ, મેડક, મેડચલ મલકજગીરી, નિઝામાબાદ, પેદ્દાપલ્લી, સંગારેડ્ડી સહિત 11 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

બીજી તરફ, આંધ્રપ્રદેશમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે વરસાદ અને પૂરના કારણે 4.5 લાખ લોકો પ્રભાવિત થયા છે. 31,238 લોકોને 166 રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં NTR, ગુંટુર, કૃષ્ણા, એલુરુ, પલાનાડુ, બાપટલા અને પ્રકાશમનો સમાવેશ થાય છે.

રાહુલ ગાંધીની અપીલ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં શક્ય તમામ મદદ પૂરી પાડવા હાકલ કરી હતી.

તેમણે કેન્દ્ર સરકાર અને આંધ્ર પ્રદેશ સરકારને પૂરગ્રસ્ત લોકો માટે શક્ય તેટલી વહેલી તકે પુનર્વસન પેકેજ પ્રદાન કરવાની માંગ કરી હતી.

તેલંગણામાં ત્રણ બાદ પૂર આવ્યું

તેલંગણાના મુખ્યપ્રધાન એ. રેવંત રેડ્ડીએ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને 5 લાખ રૂપિયાનીજાહેરાત કરી અને વડાપ્રધાન મોદીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા અને પૂરને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવા વિનંતી કરી હતી.

તેમણે કહ્યું કે રાજ્ય સરકાર પૂરથી થયેલા નુકસાન અંગે કેન્દ્રને વ્યાપક અહેવાલ સુપરત કરશે. ખમ્મમ જિલ્લામાં પૂરને કારણે ભારે નુકસાન થયું છે. ત્રણ દાયકા પછી અહીં આવું પૂર આવ્યું છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો