હિમાચલમાં પૂરનો પ્રકોપ
બ્રેડ, દૂધ, ઈંડા શાકભાજીની કટોકટી
વરસાદને કારણે ભારે નુકસાન
હિમાચલમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મનાલીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.જેના કારણે સ્થિતિ વણસી છે. હવામાન સુધર્યાં બાદ જનજીવન પાટા પર આવવા લાગ્યું છે, પરંતુ મુશ્કેલીઓ વધવા લાગી છે. પૂર બાદ મનાલીમાં રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલ માટે હોબાળો મચી ગયો છે. પેટ્રોલ પંપોમાં સ્ટોક ખતમ થઈ ગયો છે જ્યારે લોકોને રાંધણગેસ માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે. અને બ્રેડ, દૂધ, ઈંડા શાકભાજીની સપ્લાય ન થવાને કારણે આ વસ્તુઓની કટોકટી વધુ ઘેરી બની છે.
હિમાચલ પ્રદેશના મનાલીમાં અવિરત વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનને કારણે ઘણું નુકસાન થયું છે. રાજ્ય મંત્રી જગત સિંહ નેગીએ કહ્યું કે અચાનક પૂરના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગને નુકસાન થયું છે અને પાણી અને વીજળીનો પુરવઠો ખોરવાઈ ગયો છે. નેગીએ કહ્યું, અચાનક પૂરને કારણે મનાલી વિધાનસભા ક્ષેત્રને ઘણું નુકસાન થયું છે. મકાનો, જમીનો અને બગીચાઓ નાશ પામ્યા છે અને નેશનલ હાઈવેને નુકસાન થયું છે. પુલને અડીને આવેલ એપ્રોચ રોડ પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે. નેટ કનેક્ટિવિટી, વીજળી અને પાણી નથી. અમે ફસાયેલા પ્રવાસીઓને ભોજન આપવાની વ્યવસ્થા કરી છે.
બુધવારે સવારે ચાર દિવસ પછી મોબાઈલ સિગ્નલ આવ્યો, પરંતુ હજુ સુધી લોકો ફોન પર વાત કરી શકતા નથી. ફોનની એક બાજુથી અવાજ આવતો નથી. ધીમી ઈન્ટરનેટ સેવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. મનાલી સહિત સમગ્ર ખીણમાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે ભારે નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશમાં પૂરના કારણે નુકસાન
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશ પહોંચ્યા
હમીરપુરમાં પૂરના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ શનિવારે હિમાચલ પ્રદેશ પહોંચ્યા હતા.અનુરાગ ઠાકુરે હિમાચલમાં હમીરપુરમાં વરસાદ અને પૂરના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. .
વાંચો અહીં આઝમ ખાનને મોટો ઝટકો