બેંગલુરુમાંથી પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ
CCBની ટીમે કરી કાર્યવાહી
આતંકીઓ પાસેથી બે સેટેલાઇટ ફોન અને ચાર ગ્રેનેડ મળી આવ્યા
સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) એ કર્ણાટકના બેંગલુરુમાંથી પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની ઓળખ સૈયદ સુહેલ, ઉમર, જાનિદ, મુદાસિર અને ઝાહિદ તરીકે થઈ છે. એવી શંકા છે કે બેંગલુરુમાં બ્લાસ્ટને અંજામ આપવાની યોજના બનાવી હતી. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી.સીસીબીએ જણાવ્યું હતું કે તમામ પાંચેય 2017ના હત્યાના કેસમાં આરોપી હતા અને તેઓ પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલમાં હતા જ્યાં તેઓ આતંકવાદીઓના સંપર્કમાં આવ્યા હતા. સીસીબીએ વિસ્ફોટક સામગ્રી પણ જપ્ત કરી છે. ધરપકડ કરાયેલા પાંચ શંકાસ્પદ આતંકવાદીઓ પાસેથી ચાર વોકી-ટોકી, સાત દેશી બનાવટની પિસ્તોલ, બે ખંજર, બે સેટેલાઇટ ફોન અને ચાર ગ્રેનેડ મળી આવ્યા હતા. પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ પર, બેંગલુરુ પોલીસ કમિશનર બી દયાનંદે જણાવ્યું હતું કે CCB બેંગલુરુ શહેરમાં બર્બતાના કૃત્યોને અંજામ આપવાની યોજના ઘડનારાઓને શોધવામાં સફળ રહી છે. પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે….તેમની પાસેથી સાત પિસ્તોલ, કેટલાય જીવંત બોમ્બ, વોકી-ટોકી અને અન્ય વસ્તુઓ મળી આવી છે.
પૂર્વ સીએમએ કહ્યું મોટું ષડયંત્ર
કર્ણાટકના પૂર્વ સીએમ બોમાઈએ કહ્યું કે આ એક મોટું ષડયંત્ર છે. તેઓ બેંગ્લોરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવા માંગતા હતા. આ કેસ NIAને સોંપવો જોઈએ.
ત્યારે પાંચે આતંકી ઝડપાતા ભારે ચકચાર મચી છે. પોલીસે આતંકીઓને ઝડપી પાડીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ
સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ