ગાંધીનગરના કલોલ મુલાસણા ગામમાં થયેલા જમીન કૌભાંડને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકારની ઘેરા બંધી કરી છે, તેઓએ આરોપ લગાવ્યો છેકે કલોલ ના મુલાસણામાં ગામમાં જમીન ગાયો અને પાંજરાપોળ માટે જમીન આપવામાં આવી હતી, બિલ્ડર અને સત્તાધીશો એ જીવદયા માટે આપેલી જમીન માં ટ્રસ્ટ એક્ટ મુજબ નિયમો નો ભંગ કરી કરોડો રૂપિયા કમાવા માટે જમીન નું કૌભાંડ કરવામા આવ્યુ .તમામ નીતિ નિયમો નેવે મૂકી કૌભાંડ કરવામાં આવ્યું શુ કલેકટર, ચીટનીશ ની એટલી હિંમત ખરી કે એવું કરી શકે? ચેરિટી કમિશરની ની મંજુરી લેવામાં નથી આવી,તમામ ના નેગેટિવ અભિપ્રાય હોવા છતાં મંજુરી અપાઈ,ત્યાર બાદ ભૂપે્દ્રભાઈ ની સરકાર માં ગેરકાયદેસર બાંધકામ ચાલુ રાખ્યું છે,નવી ભૂપેન્દ્ર ભાઈ ની સરકારે હેતુ ફેર કરી મંજુરી આપી, માત્ર 3 અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી,, હાઇકોર્ટ આમાં સુઓમોટો દાખલ કરીને સીટ બનાવીને તપાસ કરવી જોઇએ, જેમાં તત્કાલિન મુખ્યમંત્રી, તત્કાલિન મહેસુલ મંત્રી સામે એફઆઇઆર કરવી જોઇએ અને જમીનને શ્રીસરકાર કરવી જોઇએ,,