અમદાવાદનું ખોખરા હાટકેશ્વર બ્રિજ ઉતારી લેવાની સલાહ એક્સપર્ટ કમિટીએ આપી દીધી છે, 3 સભ્યો ની કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશ્રનર સમક્ષ રજુ કરી દેવાયો છે, વચ ગાળાના રિપોર્ટમાં ખોખરા હાટકેશ્વર બ્રિજ ઉતારી લેવાની કમિટીએ સલાહ આપી છે, મહત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી આ રિપોર્ટની રાહ જોવાઇ રહી હતી, અને બ્રિજ પણ રિપેંરિંગના નામે બંધ કરી દેવાયો હતો, ત્યારે આખરે એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આવતા એએમસીના ચુંટાયેલી પાંખની ચિન્તાઓંમાં વધારો થયો છે, કારણ કે 2017માં બનેલો બ્રિજ સાત વરસમાં જો ઉતારવુ પડે તો અમદાવાદીઓના ટેક્સના નાણાંમાં કઇ રીતે ભ્રષ્ટાચાર થયો છે તેનો ઉત્તમ ઉદાહરણ આ બ્રિજ છે,ત્યારે જોવાનુ એ છે કે આ બ્રિજને લઇને કઇ એએમસી શુ નિર્ણય કરે છે,