FIFTH PHASE :   પાંચમાં તબક્કાના મતદાન માટે આજ સાંજથી પ્રચાર પડઘમ થશે શાંત, આ દિગ્ગજોના ભાવિનો થશે ફેંસલો  

0
364
FIFTH PHASE
FIFTH PHASE

FIFTH PHASE :  રાજ્યમાં ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચુક્યું છે, આગામી 20 મેંના રોજ પાંચમા તબક્કાનું મતદાન યોજાશે, ત્યારે આજે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે, પાંચમા તબક્કાના ચૂંટણી વિસ્તારોમાં આજ સાંજથી ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઇ જશે. 

FIFTH PHASE

FIFTH PHASE :   લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે આજે સાંજે 5 વાગ્યાથી ચૂંટણી પ્રચાર થંભી જશે. આ ચરણમાં 20 મેના રોજ આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની 49 બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં કુલ 695 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચરણમાં ઘણા દિગ્ગજો મેદાનમાં છે.

FIFTH PHASE

FIFTH PHASE :   લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કામાં ઉત્તર પ્રદેશની 14 બેઠકો, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની 7, બિહાર અને ઓડિશાની 5-5 બેઠકો સામેલ છે. આ સિવાય ઝારખંડની 3, જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર પણ મતદાન થવાનું છે.  

FIFTH PHASE : આ દિગ્ગજોના ભાવિનો થશે ફેસલો    

FIFTH PHASE

આ તબક્કામાં જે દિગ્ગજ ઉમેદવારો પર નજર રહેશે તેમાં ઉત્તર પ્રદેશની અમેઠી બેઠકથી સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસના કેએલ શર્મા, રાયબરેલીથી રાહુલ ગાંધી અને દિનેશ પ્રતાપ સિંહ, લખનૌથી કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સારણથી લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણીનો સમાવેશ થાય છે. બિહારમાં આચાર્ય, કલ્યાણથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદે, મુંબઈ ઉત્તરથી કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ, તેમજ વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમ અને મુંબઈ ઉત્તર-મધ્યથી મુંબઈ પ્રાદેશિક કોંગ્રેસ સમિતિના પ્રમુખ વર્ષા ગાયકવાડ સામેલ છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો