Festival of Development in Bharuch: ઔદ્યોગિક ગઢ ગણાતા ભરૂચ જિલ્લા માટે આગામી 14 માર્ચનો દિવસ વિકાસની નવી ભેટ લઈને આવી રહ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 14 માર્ચ, 2026 ના રોજ ભરૂચ જિલ્લાના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. આ ભવ્ય કાર્યક્રમ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે.

Festival of Development in Bharuch: કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તૈયારીઓનો તાગ મેળવ્યો
મુખ્યમંત્રીના આ કાર્યક્રમને ભવ્ય અને સફળ બનાવવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં તમામ વિભાગોના અધિકારીઓને સુવ્યવસ્થિત આયોજન માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

Festival of Development in Bharuch: તંત્ર દ્વારા આ બાબતો પર વિશેષ ભાર
બેઠક દરમિયાન કલેક્ટરે નીચે મુજબની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા છે:
- સુરક્ષા અને બંદોબસ્ત: કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટ્રાફિક મેનેજમેન્ટ.
- જનસુવિધા: મોટી સંખ્યામાં ઉમટી પડનારા નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પીવાનું પાણી, અને વીજ પુરવઠો.
- આરોગ્ય અને ફાયર સેફ્ટી: ઈમરજન્સી સેવાઓ માટે મેડિકલ ટીમ અને ફાયર સેફ્ટીના સાધનોની તૈનાતી.
- સ્વચ્છતા: કાર્યક્રમ સ્થળે સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ટીમોની નિમણૂક.

“નાગરિકોની સુવિધા અમારી પ્રાથમિકતા છે” કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાવાની શક્યતા છે, તેથી પૂર્વ આયોજન સાથે સુરક્ષા અને સુવિધા બંને જળવાઈ રહે તે જરૂરી છે.
Festival of Development in Bharuch: બેઠકમાં ઉપસ્થિત મહાનુભાવો
આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, DRDA નિયામક નૈતિકા પટેલ, પ્રાંત અધિકારી મનીષા મનાણી સહિત જિલ્લા પુરવઠા અધિકારી અને વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




