FEBRUARY RELEASE : સુષ્મિતાની ‘આર્યા 3’થી લઈને ભૂમિ પેડનેકરની ‘ભક્ષક’ સુધી, જાણો કઈ કઈ ફિલ્મો-સિરીઝ રિલીઝ થશે

0
154
FEBRUARY RELEASE
FEBRUARY RELEASE

FEBRUARY RELEASE : આર્યા 3માં સુષ્મિતાના પાત્રનું સસ્પેન્સ, શીના બોરાના મર્ડર પર આધારિત ઈન્દ્રાણીની ડોક્યુ-સિરીઝની જોવાઈ રહી છે રાહ

કોવિડ બાદથી લોકો હવે માત્ર મોટા પડદા પર જ ફિલ્મો નથી જોતા. ઘણા લોકો ઓટીટી પ્લેટફોર્મ્સના ચાહક બની ગયા છે. ઘણા લોકો ઓટીટી પર ફિલ્મ રિલીઝ થવાની રાહ જોતા હોય છે, તો ઘણા તેમને ગમતી સિરીઝના નેક્સ્ટ સિઝન માટે સ્બસક્રિપ્શમ રિન્યૂ કરાવતા હોય છે. ત્યારે જાણીએ ફેબ્રુઆરીમાં ઓટીટી  પર  કઈ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થઈ રહી છે જે તમને જોવી ગમશે

FEBRUARY RELEASE : થ્રિલરથી લઈને કોમેડી અને સસ્પેન્સ સુધીની તમામ પ્રકારની ફિલ્મો અને સિરીઝ ફેબ્રુઆરીમાં OTT પર રિલીઝ થવાની છે. ઘણા ટ્રેલર્સે લોકોમાં બઝ બનાવી રાખ્યું છે. જેમાં ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ભક્ત’, સુષ્મિતા સેનની સીરિઝ ‘આર્યા 3’, ડિરેક્ટર સુદીપ્તો સેનની ‘ધ કેરલા સ્ટોરી’ જેવા ઘણા પ્રોજેક્ટ્સ સામેલ છે.

આર્યા ધ લાસ્ટ વોર સીઝન 3- ભાગ 2

AARYA

તારીખ – 9મી ફેબ્રુઆરી

પ્લેટફોર્મ – ડિઝની + હોટસ્ટાર

સુષ્મિતા સેન સિરીઝ ‘આર્યા’ની ત્રીજી સીઝન આ મહિને તેના બીજા ભાગ સાથે ઓટીટી પર પરત ફરી રહી છે. આ વખતે, આર્યા (સુષ્મિતા સેન) તેના પરિવાર માટે દુનિયા સામે લડી રહી છે અને આ તેની લાસ્ટ વૉર’ હશે. આ સિરીઝનું ટ્રેલર ઘણું દમદાર જોવા મળી રહ્યું છે. તો સુષ્મિતાના પાત્ર પર બનેલા સસ્પેન્સે લોકોને ત્રણ સિઝનથી પકડી રાખ્યા છે. જે જોવા લોકો રાહ જોઈ રહ્યા છે.

ભક્ષક

bhakshak indian movie poster

તારીખ – 9મી ફેબ્રુઆરી

પ્લેટફોર્મ – નેટફ્લિક્સ

ભૂમિ પેડનેકરની ‘ભક્ષક’ એક એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં ભૂમિએ એક પત્રકારની ભૂમિકા ભજવી છે જે મહિલાઓ સામેની ક્રૂરતાનો પર્દાફાશ કરવા માંગે છે. તે 9 ફેબ્રુઆરીએ Netflix પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર ડરામણું છે. જેમાં ભૂમિ પણ ડરતી પણ નિડરતાથી લડતી જોવા મળી રહી છે.

ખીચડી 2

KHICHDI 2

તારીખ – 9મી ફેબ્રુઆરી

પ્લેટફોર્મ –  ZEE5 

સુપ્રિયા પાઠક કપૂર, રાજીવ મહેતા, અનંગ દેસાઈ સ્ટારર ‘ખિચડી 2’ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને ચાહકોનું ખૂબ જ પ્રેમ મળ્યું છે. તો હવે દરેકને હસાવવા અને કોમેડીનો ટચ ઉમેરવા માટે તે 9મી ફેબ્રુઆરીએ ZEE5 પર રિલીઝ થશે.

ધ કેરલા સ્ટોરી

KERALA

તારીખ – 16 ફેબ્રુઆરી

પ્લેટફોર્મ –  ZEE5 

ફિલ્મ ‘ધ કેરળ સ્ટોરી’ થિયેટરમાં રિલીઝ થયા બાદ તેને ઘણા વિવાદોમાંથી પસાર થવું પડ્યું હતું. આ હોવા છતાં, ફિલ્મને સોશિયલ મીડિયા પર ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, જેને જોઈને નિર્માતાઓએ તેને OTT પર પણ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મ Zee5 પર 16 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ

MR MRS

તારીખ – 2 ફેબ્રુઆરી

પ્લેટફોર્મ – એમેઝોન પ્રાઇમ વિડિયો

‘મિસ્ટર એન્ડ મિસિસ સ્મિથ’ એમેઝોન પ્રાઇમ વિડિયો પર 2 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. ડોનાલ્ડ ગ્લોવર અને માયા એર્સ્કીન અભિનીત આ સિરીઝની વાર્તા બે અજાણ્યા લોકોની આસપાસ ફરે છે જેમને ડિટેક્ટીવ એજન્સીમાં નોકરી મળે છે. આ જ નામની 2005ની ફિલ્મથી પ્રેરિત સિરીઝમાં બંને કલાકારો બ્રાડ પિટ અને એન્જેલીના જોલીની ભૂમિકા ભજવતા જોવા મળશે.

પોચર

POCHER

તારીખ – 23 ફેબ્રુઆરી

પ્લેટફોર્મ – એમેઝોન પ્રાઇમ વિડિયો

દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય, નિમિષા સજ્જન, રોશન મેથ્યુ એમી એવોર્ડ વિજેતા નિર્માતા રિચી મહેતાની સિરીઝ ‘પોચર’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ સિરીઝ કેરળ અને દિલ્હીમાં બનેલી ઘટનાઓનું કાલ્પનિક નાટ્યકરણ છે.

‘ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરીઃ બ્રીડ ટ્રુથ’

INDRANI

તારીખ – 23 ફેબ્રુઆરી

પ્લેટફોર્મ – નેટફ્લિક્સ

ડોક્યુસિરીઝ ‘ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી: બરીડ ટ્રુથ’ વર્ષ 2023માં પ્રકાશિત પુસ્તક ‘અનબ્રોકન: ધ અનટોલ્ડ સ્ટોરી’ પર આધારિત છે. આ ડોક્યુમેન્ટ્રીમાં શીના બોરાની હત્યા અને 2015માં શીનાની માતા ઈન્દ્રાણી મુખર્જીની ત્યારપછી ધરપકડ અને તપાસના સ્ટેજીસ ઉજાગર કરવામાં આવશે. પહેલીવાર ઈન્દ્રાણી, પીટર અને રાહુલ મુખર્જી વચ્ચેના કોલ રેકોર્ડિંગ અને પરિવારના ન જોયેલા ફોટોગ્રાફ્સ પણ બતાવવામાં આવશે. તે 23 ફેબ્રુઆરીએ Netflix પર રિલીઝ થશે.

વધુ સમાચાર માટે – અહી કલિક કરો, YouTube શોર્ટ્સ માટે – અહી કિલક કરો અને હિંદી સમાચાર વાંચવા – અહી ક્લિક કરો