સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ

0
151
સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ
સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ

સાબરકાંઠા જિલ્લામાં મેઘ મહેર

સૌથી વધુ તલોદ તાલુકામાં 11 ઇંચ વરસાદ

પ્રાતિજ અને ઈડરમાં પણ ભારે વરસાદ

તૈયાર પાકો પર વરસાદી પાણી ફરી વળ્યા

ખેડૂતોને નુકસાન થવાની ભીતિ

ખેડૂતો ચિંતામાં મુકાયા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદને લઇ  પાકોમાં નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે… તૈયાર પાકો પર વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ચાલુ સાલે ચોમાસા સિઝન દરમિયાન સારા વરસાદની આશાએ ખેડૂતોએ મોટા પ્રમાણમાં મગફળી અને કપાસનું વાવેતર કરી લીધું હતું સમયાંતરે વરસેલા સારા વરસાદને લઈ ખેડૂતોનો પાક પણ સારો ઉત્પાદક આપે તેવું હતું પરંતુ છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદને લઈ મગફળી અને કપાસ જેવા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યું છે જેને લઇને હાલ તો ફરી એકવાર ખેડૂતોને નુકસાની નો બોધ સહન કરવાનો વારો આવ્યો છે વરસાદને લઈ હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલ મગફળી અને કપાસમાં નુકસાન થવા પામ્યું છે… ખેડૂતોએ વધુ એક બોજ સહન કરવો પડશે…

સાબરકાંઠા જિલ્લામાં ચાલુ સાલે ચોમાસા સિઝન દરમિયાન અંદાજિત ૨૧૭૧૧૯ હેક્ટરમાં તમામ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મગફળીનું ૬૬૪૪૫  હેક્ટરમાં અને કપાસનુ ૫૮૯૬૩ હેક્ટર મા વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે એક વિઘે મગફળીમાં ખેડૂતોએ ૨૦,૦૦૦ થી ૨૮,૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ કરી મગફળી તૈયાર કરી હતી પરંતુ તૈયાર મગફળી પર જ વરસાદી પાણી ફરી વળતા ખેડૂતોને ઉત્પાદન ઘટવાની સ્થિતિ ઊભી થઈ છે સાથે ભીંજાયેલી મગફળીમાં ભાવ પણ યોગ્ય મળશે નહીં ત્યારે ખેડૂતો હાલમાં ખેત પાકોના ઊંચા ભાવ અથવા તો સહાયતા ચૂકવવા માટે સરકાર પાસે માગ કરી રહ્યાં છે.

મહામુસીબતે તૈયાર કરેલા પાક પર કુદરતી આફત આવી પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે… વરસાદને લઇ ખેડૂતોને સારા ઉત્પાદન ની આશા હતી પરંતુ આ આશા પર વરસાદનું પાણી ફરી  વળ્યું  છે

વાંચો અહીં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ