Farmers Protest : દેશમાં ફરી એકવાર ખેડૂત આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને ફરીથી આંદોલન શરૂ કરશે. જાણો આ વખતે તેમની માંગણીઓ શું હશે…
Farmers Protest : ફરીવાર આંદોલનની જાહેરાત
સંયુક્ત કિસાન મોરચા દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તેઓ પોતાની પડતર માંગણીઓને લઈને ફરીથી આંદોલન શરૂ કરશે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા પોતાની સામાન્ય સભાની બેઠક પહેલા આ જાહેરાત કરવામાં આવી હતી.
Farmers Protest : સંયુક્ત કિસાન મોરચાએ ફરી એકવાર વિવિધ માંગણીઓને આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો સંગઠનના જણાવ્યા પ્રમાણે MSPની કાયદેસર ગેરંટી અને લોન માફી સહિતની પડતર માંગણીઓને લઈને ફરીથી આંદોલન શરૂ કરવામાં આવશે.
Farmers Protest : સંગઠને જણાવ્યું કે 9 ડિસેમ્બર 2021 માં થયેલા કરારને અમલ કરવાની માંગણી સાથે ફરી આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ કરાર કે જે કેન્દ્ર સરકારે સંયુક્ત કિસાન મોરચા સાથે કર્યો છે અને કૃષિ વિભાગના સચિવે હસ્તાક્ષર કર્યા છે. સાથે જ ખેડૂતોની આવકને પ્રભાવિત કરનારી અન્ય માંગણીઓ પણ મુકવામાં આવશે.
લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો
યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો
ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો
રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો