ખેડુતોએ ભગવાન રામને આપ્યુ આવેદન પત્ર

0
73

રામનવમીના ઉપલક્ષ્યમાં ખેડુતો સંભળાવી વ્યથા

ગુજરાતમાં ખેડુતોની સ્થિતિ કમોસમી વરસાદના કારણે સારી નથી, પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયુ છે, ફળોથી લઇને શાકભાજીને નુકશાન થયુ છે, ગુજરાતનો એવો કોઇ પણ ભાગ નહી હોય જ્યાં ખેડુતોને નુકશાન થયુ ન હોય, સરકારે સર્વે કરાવવાથી લઇને વળતર આપવાની જાહેરાત કરી છે, પણ ખેડુતોને સીધી રીતે કોઇ લાભ મળ્યો નથી, ત્યારે રાજકોટના ખેડુત પ્રવિણ ભાઇએ ખેડુત એશોસિએશન વતી ભગવાન રામને ખેડુતોને પડતી મુશ્કેલી અંગે આવેદન પત્ર આપ્યુ છે, અને ખેડુતોની વ્યથા સંભળાવી છે.