FarmerProtest :  ખેડૂતોનું ચલો દિલ્હી આંદોલન, શંભુ બોર્ડર સીલ, દિલ્હી બેહાલ    

0
512
FarmerProtest
FarmerProtest

FarmerProtest  : ટેકાના ભાવ માટે કાયદો ઘડવો તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતો દ્વારા દિલ્હીમાં ફરી આંદોલન શરૂ થવા જઇ રહ્યું છે. પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્યોના ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે અને આજે આ ખેડૂતો દિલ્હી પહોંચી શકે છે. જેને પગલે દિલ્હી અને હરિયાણામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યારે ટ્રાફિક પ્રતિબંધને કારણે દિલ્હી-એનસીઆરમાં લોકોને જામની સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક રસ્તાઓ પર વાહનો ધીરે ધીરે ચાલતા જોવા મળી રહ્યા છે.

FarmerProtest  : ખેડૂતો આજે દિલ્હી તરફ કૂચ કરશે. 12 ફેબ્રુઆરીની રાત્રે ચંદીગઢમાં સાડા 5 કલાક સુધી ચાલેલી બેઠકમાં ખેડૂત નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ગેરંટી કાયદા અને લોન માફી પર કોઈ સંમતિ થઈ શકી નથી. આ પછી કિસાન મજદૂર મોરચાના સંયોજક સરવણ સિંહ પંઢેરે દિલ્હી કૂચની જાહેરાત કરી હતી.

FarmerProtest  : કિસાન મજુર મોરચાના કન્વીનર સરવણ સિંહ પંઢેરે જાહેરાત કરી કે ​​​​​​ખેડૂતો આજે દિલ્હી કૂચ કરશે. તેમણે ખેડૂતોને પંજાબ-હરિયાણાની શંભુ, ખનૌરી અને ડબવાલી બોર્ડર પર ભેગા થવા કહ્યું છે.

FarmerProtest

તેમણે કહ્યું કે દરેક મુદ્દા પર ચર્ચા થઈ. ખેડૂતોની માંગણીઓ પર સરકાર ગંભીર નથી. ખેડૂતો સંઘર્ષ નથી ઈચ્છતા પરંતુ સરકારના મનમાં ખોટ છે. તેઓ માત્ર સમય પસાર કરવા માંગે છે. અમને કંઈપણ આપવા માંગતા નથી. અમે તેમને MSP કાયદા અંગે જાહેરાત કરવા કહ્યું હતું. સરકારના પ્રસ્તાવ પર વિચાર કરશે પરંતુ આંદોલન પર મક્કમ છીએ.

FarmerProtest

આંદોલન મામલે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢની સરહદો સીલ કરી દેવામાં આવી છે. દિલ્હીમાં કડક બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. એક મહિના માટે કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે.

FarmerProtest  : 2 વર્ષ પહેલા ખેડૂતોનું આંદોલન 378 દિવસ ચાલ્યું હતું


FarmerProtest અગાઉ, 17 સપ્ટેમ્બર 2020ના રોજ, ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીની સરહદો પર આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલન લગભગ 378 દિવસ સુધી ચાલ્યું. એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ આંદોલનમાં 700 ખેડૂતોના મોત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ પર ત્રણેય કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી ખેડૂતોએ 11 ડિસેમ્બરે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

लेटेस्ट खबरो के लिए  यहाँ क्लिक करे

यूट्यूब चैनल पर शॉर्ट्स देखने के लिए यहाँ क्लिक करे

पंजाब में और क्या चल रहा है – यहाँ से क्लिक कर के जाने

दिलचस्प खबरों के लिए यहाँ क्लिक करे