Family Doctor 1382 | આંખનો મોતિયો | VR LIVE

0
280

માંડલમાં શ્રી રામાનંદ આંખની હોસ્પિટલમાં અંધાપાકાંડ

મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો

વિરમગામની હૉસ્પીટલની બેદરકારી

17 દર્દીઓને અંધાપો

હૉસ્પીટલની બેદરકારીથી હોબાળો

રાજ્યમાં વધુ એકવાર મોતિયાના દર્દીઓને સારવાર દરમિયાન અંધાપો આવ્યા હોવાનું સામે આવ્યુ છે. વિરમગામની શ્રી રામાનંદ આંખની હૉસ્પીટલમાં 17 જેટલા દર્દીઓએને આંખના ઓપરેશન બાદ આંખોની રોશની ગુમાવી હોવાનું સામે આવ્યુ છે, મોટાભાગના દર્દીઓને આંખમાં આડઅસર થઇ છે, જે પછી દર્દીઓને અમદાવાદમાં રિફર કરવામાં આવ્યા છે., વિરમગામના માંડલમાં આંખના દર્દીઓને ઓપરેશન બાદ આંખોની રોશની ગુમાવવાનો વારો આવ્યો છે. વિરમગામની શ્રી રામાનંદ આંખની હૉસ્પીટલમાં બેદરકારી સામે આવી છે. ખરેખરમાં, વિરમગામની શ્રી રામાનંદ હૉસ્પીટલમાં આંખના દર્દીઓએ મોતિયાના ઓપરેશન કરાવ્યા બાદ 17 થી વધુ દર્દીઓને આડઅસર થઇ છે. આ તમામ દર્દીઓને દેખાતું બંધ થઇ ગયુ હોવાની ફરિયાદ ઉઠી છે. શ્રી રામાનંદ આંખની હૉસ્પીટલમાં આ દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન થયા હતા.