Family Doctor 1432 | ડાયાબીટીસ Diabetes લક્ષણો અને ઉપચાર

0
268
Family Doctor 1432 | ડાયાબીટીસના લક્ષણો અને ઉપચાર
Family Doctor 1432 | ડાયાબીટીસના લક્ષણો અને ઉપચાર

ડાયાબિટીસ Diabetes થવાનાં કારણો

ખોરાકમાં વધુ ટ્રાન્સ ફેટી ઍસિડ(જેમકે વારંવાર તેલમાં તળેલી વાનગી)નો વધારે પડતો ઉપયોગ
ખોરાકમાં રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ/સુગરનો વધારો પડતો ઉપયોગ (જેમકે મેંદો)
ખોરાકમાં ફાઇબરયુક્ત આહારનું ઓછું પ્રમાણ (જેમકે લીલાં શાકભાજી)
કસરતનો અભાવ
પેટ પાસે વધારે પડતી ચરબી, બૉડીમાં ઇન્ડેક્સ 25 કરતાં વધુ
વિટામિન-ડીની ઊણપ
હવાનું પ્રદૂષણ
હાઇપર ટૅન્શન

ડાયાબિટીક વ્યક્તિએ લેવાની કાળજી

ડાયાબિટીસ Diabetes ડૉક્ટર્સ દ્વારા અપાયેલી દવાઓ અંગે નિયમિતતા જાળવવી.

ઓછી કૅલરી, ઓછી ચરબી અને વધુ ફાઇબર હોય એવો આહાર લેવો.
નિયમિત કસરત, જેમકે અઠવાડિયામાં પાંચ દિવસ 30 મિનિટ ઝડપથી ચાલવું
લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સમયાંતરે મપાવવું.
વર્ષે બેથી ત્રણ વખત HbA1Cના પ્રમાણની તપાસ કરાવવી.
ડાયાબિટીસ સંલગ્ન આડઅસરોની તપાસ અને સારવાર કરાવવી. (જેમકે આંખ, કિડની અને નસોની વાર્ષિક પરીક્ષણ)
ત્રણ મહિને એક વખત બ્લડપ્રૅશરની માપવું.
વર્ષે એક વખત લિપિડ પ્રોફાઇલ મપાવવું.

માનસિક અને સામાજિક સંભાળ અને સધિયારો
ટાઇપ 2 ડાયાબિટીસની સારવાર

ડાયાબિટીસ Diabetes

ડાયાબિટીસનું નિદાન કરાવીને ડૉક્ટરની સલાહ પ્રમાણે આગળની સારવાર કરાવવી જોઈએ.

ટાઇપ 2 ડાયાબિટીસ મહદંશે દવાની ગોળી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.

જોકે કેટલાક દરદીઓએ દવાઓ ઉપરાંત ઇન્સ્યુલિનનાં ઇંજેક્શન આપવાની પણ જરૂર પડે છે.

અનિયંત્રિત ડાયાબિટીસ હાર્ટઍટેક, સ્ટ્રોક તથા કિડની, આંખ, નસો, ચામડી, દાંતને લગતાં રોગોને નોતરી શકે છે.
ટાઇપ 2 ડાયાબિટીસ માટે જીવનશૈલી જવાબદાર

ચિંતાની વાત એ પણ છે કે ભારતમાં શહેરોની સાથે-સાથે ગામડાઓમાં પણ ડાયાબિટીસનો વ્યાપ વધી રહ્યો છે, જે માટે બદલાતી જીવનશૈલી કારણભૂત છે. મેદસ્વીપણું અને તેની સાથે સંકળાયેલું ઇન્સ્યુલિનનું કાર્ય તેના મૂળમાં છે. Diabetes

શરૂઆતી લક્ષણો ઘણાં હળવાં હોવાથી અને સ્વાસ્થ્યસેવાઓની ઉપલબ્ધી ન હોવાના કારણે ભારતમાં આજે પણ 40

ડાયાબિટીસના દરદીઓનું નિદાન થઈ શક્યું નથી.
તમામ પ્રકારના ડાયાબિટીસમાં ગ્લુકોઝનું પ્રમાણ ઉપર જણાવ્યું એ હદ કરતાં વધુ હોય છે. ટાઇપ 1 ડાયાબિટીસમાં આ માટે ઇન્સ્યુલિનનો અપૂરતો સ્ત્રાવ કારણભૂત હોય છે.

સ્વાદુપિંડના બીટા પ્રકારના કોષોનો ઓટોઇમ્યુન રીતે વિનાશ થતાં શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઘટી જાય છે.

ઓટોઇમ્યુનિટીને સાદી ભાષામાં સમજીએ તો શરીરના લડાયક સૌનિક કોષો ગફલતમાં શરીરના જ કોષો પર હુમલો કરી બેસે છે.

આ સ્થિતિમાં શરીર માટે ઊર્જાનો પ્રાથમિક સ્રોત ગણાતું ગ્લુકોઝ લોહીમાં પૂરતા પ્રમાણમાં હોવા છતાં ઇન્સ્યુલિનની ઓછપના કારણે તેનો ઉપયોગ થઈ શકતો નથી.

ટાઇપ 1 ડાયાબિટીસ મહદંશે બાળવયે જ થાય છે, હાલમાં તેનો એકમાત્ર ઇલાજ એ છે કે આજીવન ઇન્સ્યુલિનનાં ઇંજેક્શન લેવાં પડે.