Family Doctor 1415 | Viral Infections વાઇરલ ઇન્ફેક્શન અને ઉપાય

0
84
Family Doctor 1415 | Viral Infections વાઇરલ ઇન્ફેક્શન અને ઉપાય
Family Doctor 1415 | Viral Infections વાઇરલ ઇન્ફેક્શન અને ઉપાય

Viral Infections ઇન્ફેક્શન બેક્ટેરિયા, વાઇરસ, ફંગસ (ફૂગ) અને પરોપજીવી (પ્રોટોઝુઆ) જીવાણુઓથી થઈ શકે છે. વાતાવરણમાં અસંખ્ય પ્રમાણમાં અનેક પ્રકારના વાઇરસ હોય છે. સામાન્ય રીતે વાઇરલ ઇન્ફેક્શન શરીરમાં જ્યારે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે જોવા મળે છે તથા અમુક વાતાવરણમાં પરિવર્તન આવે ત્યારે પણ વાઇરલ ઇન્ફેક્શનના પ્રમાણમાં વધારો જોવા મળે છે. આ વાઇરસ શ્વાસોચ્છવાસ દ્વારા, ખોરાક-પાણી અથવા મળ દ્વાર કે સ્પર્શ દ્વારા મનુષ્યના શરીરમાં પ્રવેશી શકે છે. એમ.ડી. ડો. ધર્માંગ ઓઝા જણાવી રહ્યાં છે વાયરસ ઈન્ફેક્શનના લક્ષણો અને સારવાર.

લક્ષણો: કોઈ પણ વ્યક્તિને વાઇરલ ઇન્ફેક્શન થાય તો અમુક સામાન્ય લક્ષણો જોવા મળે છે. જેમ કે,

-તાવ આવવો
-શરીર તૂટવું
-અશક્તિ લાગવી

આ ઉપરાંત જે વાઇસથી શરીરમાં ઇન્ફેક્શન થયું હોય તે શરીરના મુખ્ય અવયવોને તે અસર કરતો હોય તેના સંબંધિત લક્ષણો જોવા મળે છે. જેમ કે,

Viral Infections વાઇરસ દર્દીના શ્વસનતંત્રને અસર કરતા હોય તો દર્દીને ઉપરોક્ત લક્ષણો ઉપરાંત શરદી, ખાંસી, ગળું દુખવું, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે લક્ષણો જોવા મળે છે.
પાચનતંત્રને અસર કરતા ઇન્ફેક્શનથી પેટમાં દુખાવો, ઝાડા, ઊલટી, ભૂખ ન લાગવી, અપચો થઈ શકે છે.

1

ઉપરોક્ત સિવાય અમુક વાઇરસ એવા પણ છે, જે શરીરની નર્વસ સિસ્ટમ અને મગજમાં ઇન્ફેક્શન કરી શકે છે. જેમાં તીવ્રતાવાળા તાવથી લઈને ભાન ભૂલી જવું, ખેંચ, કોમા જેવાં ગંભીર લક્ષણો પણ જોવા મળે છે.

સારવાર Viral Infections

કોઈ પણ વાઇરલ ઇન્ફેક્શનની સારવારમાં ડોક્ટર દ્વારા શક્ય એટલા આરામની સલાહ આપવામાં આવે છે. રોગપ્રતિકારક શક્તિ સારી રહે તે માટે પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. વાઇરલ ઇન્ફેક્શનથી થતાં તાવ, નબળાઈ, શરીર તૂટવું વગેરે જેવાં લક્ષણો માટે સિમ્ટોમેટિક દવાઓ આપવામાં આવે છે. શરીરના જે અવયવને વાઇરલ ઇન્ફેક્શન અસર કરતા હોય તેને લગતી તકલીફને દૂર કરવા દવા આપવામાં આવે છે. બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં એન્ટિબાયોટિક મહત્ત્વની છે, પણ વાઇરલ ઇન્ફેક્શનમાં એન્ટિવાઇરલ દવાઓનું એટલું મહત્ત્વ હોતું નથી, પણ ડોક્ટર વાઇરલ ઇન્ફેક્શનના પ્રકાર અને તીવ્રતાને આધારે એન્ટિવાઇરલ દવાઓનો કોર્સ આપી શકે છે.

આટલું જાણો

12 3

કોઈ પણ Viral Infections વાઇરલ ઇન્ફેક્શનમાં તાવ આવવો એ સૌથી સામાન્ય લક્ષણ છે, પરંતુ આ તાવને ક્યારે અને કેટલું મહત્ત્વ આપવું તે ધ્યાનમાં રાખવું કે સમજવું પણ ખૂબ જ જરૂરી છે. મોટાભાગના વાઇરલ ઇન્ફેક્શન સેલ્ફલીમિટિંગ હોય છે એટલે કે દર્દીને વાઇરલ ઇન્ફેક્શન થાય તો બે-પાંચ દિવસ વાઇરલ ઇન્ફેક્શનનાં લક્ષણો દર્દીને જણાય છે અને પછી દર્દીના શરીરમાં જે-તે વાઇરસ વિરોધી રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થાય એટલે દર્દી એ Viral Infections વાઇરલ ઇન્ફેક્શનમાંથી જાતે જ સાજો થઈ જાય છે, પરંતુ અમુક વાઇરસ એવા છે કે જેનું સમયસર નિદાન અને સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. જેમ કે, ડેન્ગ્યૂ, સ્વાઇન ફ્લૂ, H1N1 ઇન્ફ્લુએન્ઝા, મગજનો તાવ (વાઇરલ એન્કેફેલાઇટિસ), ઝેરી કમ‌ળો, એચઆઇવી વગેરે. વાઇરસથી થતા આ રોગમાં દર્દીએ સમયસર સારવાર મેળવવી જરૂરી હોય છે.

આજકાલ દેશભરમાં વાતાવરણમાં આવેલ પલટાને લઇને શરદી-ખાંસી, તાવ, તથા વાયરલ ઇન્ફેક્શનથી લોકો પરેશાન થઇ ગયા છે અને જો નાકનું વહેવું, ગળામાં દર્દ,અથવા બોડી પેઇન આ તમામ લક્ષણો જો તમારા શરીરમાં જોવા મળે તો સમજવું કે ટૂંક સમયમાં તમે વાયરલ ઇન્ફેક્શનના શિકાર બનવાના છો.
સામાન્ય શરદી, વાયરલ અથવા ચેપ સામે લડવા માટે, એલોપેથીક દવાઓ ખાવી તે વધુ સારું છે કે તમે આયુર્વેદિક નુસખા અપનાવો કે જેની કોઈ આડઅસર નથી અને જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે જેથી તમે બદલાતા હવામાનમાં પણ બીમાર ન થાઓ. ખરેખર, આયુર્વેદ રોગને સંપૂર્ણ રીતે હરાવવાના હોલિસ્ટિક હીલિંગ અભિગમ પર કામ કરે છે. નોંધનીય છે કે, આયુર્વેદમાં, બદલાતી મોસમમાં શરીરની જરૂરિયાતોને કેવી રીતે એકસરખી રાખી શકાય તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આયુર્વેદમાં, તમે શું ખાવ છો, તમે શું પીવો છો, તમે કેવી રીતે ખાવ છો, આ બધી બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આવી સ્થિતિમાં, અમે તમને ખૂબ જ સરળ આયુર્વેદિક ઉપાય અથવા રેસિપી જણાવી રહ્યા છીએ જે તમે ઘરે રસોડામાં હાજર વસ્તુઓ સાથે સરળતાથી કરી શકો છો અને વાયરલ ઇન્ફેક્શનથી બચી શકો છો .

વાઇરલ Viral Infections ઇન્ફેક્શનને કારણે નબળાઈ ખૂબ આવી ગઈ છે. શું કરીએ?
ઘરે ઘરે વધી રહ્યા છે વાયરલ ઈન્ફેક્શનના કેસ
વાતાવરણના ફેરફારના કારણે લોકો પડે છે બિમાર
ડૉક્ટર અનુસાર સામાન્ય નથી આ વાયરલ

Viral Infections વાયરલ ઈન્ફેક્શનમાં તાવ ઉતરતો નથી? ઘરે જ ફોલો કરો આ ટિપ્સ, જાણો ક્યારે ડોક્ટર પાસે જવું જરૂરી?

3 8

ગુજરાતમાં તાવ, શરદી, ઉધરસના કેસ કેમ વધ્યા, શું સાવધાની રાખવી?
અમદાવાદ સહિત ગુજરાતમાં કૉમન ફ્લૂના કેસમાં કેમ વધારો થયો?

દર્દીઓમાં કેવાં લક્ષણો જોવાં મળી રહ્યાં છે?
હાલમાં કોરોનાના નવા વૅરિયન્ટના કેસમાં પણ કેટલોક વધારો થયો છે અને એમાં સામાન્ય ફ્લૂનાં લક્ષણો દેખાતાં દર્દીઓ માટે વાઇરસને ઓળખવો મુશ્કેલ બની ગયું છે. ડૉક્ટરોના મતે હાલના સમયમાં દર્દીઓને આવાં સામાન્ય લક્ષણો જોવા મળી શકે છે.

ઉધરસ, શરદી Viral Infections
તાવ, શરીરમાં દુખાવો
માથામાં દુખાવો વગેરે
તબીબોનું કહેવું છે દર્દીઓમાં આવાં લક્ષણો જણાય તો એને અવગણવાં ન જોઈએ અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક સાધવો જોઈએ.

શિયાળામાં વાઇરલ Viral Infections ચેપથી બચવા શું કરવું જોઈએ