Family Doctor 1376 | વાંકાચૂંકા દાંતની સમસ્યા | VR LIVE

    0
    104

    વાંકાચૂંકા દાંત, દોઢીયા દાંત કે ઉપર ઉઠેલા દાંતની અસર વ્યક્તિના સામાજિક જીવન પર પડે છે.જોકે, એમ છતાં પણ અવ્યવસ્થિત દાંત ધરાવતા વ્યક્તિ કોઈની સાથે હસવા બોલવામાં પણ ક્ષોભ અનુભવે છે. દોઢિયો દાંત ઘણી વખત સુંદરતામાં વધારો પણ કરતો હોય છે અને દર વખતે એને સરખો કરવાની પણ જરૂર હોતી નથી.જો જડબાની સાઈઝ મોટી હોય અને દાંતની સાઈઝ નાની હોય તો બે દાંત વચ્ચે જગ્યા રહે તેવી રીતે દાંત આવે છે. દૂધીય દાંત પડવાનો સમયગાળો 6 થી 12 વર્ષનો હોય છે આ સમયગાળામાં પણ જો ઝડપથી દૂધીયા દાંત પડતા હોય અથવા સમય કરતાં મોડા દાંત પડતા હોય તો તેવા સંજોગોમાં પણ દાંત વાંકા-ચૂંકા આવે છે.તો કેટલાક લોકોને વાંકા-ચૂંકા દાંતને કારણે ખોરાક ચાવવામાં પણ તકલીફ પડતી હોય છે. આગળના દાંત બહાર નીકળેલા હોય કે વધારે પડતાં અંદરની બાજુએ હોય તો આ બંને સ્થિતિમાં ખોરાક દાંતથી કાપી નથી શકાતો.

    દાંતની સમસ્યા

    હેલ્થને લગતા અન્ય સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો –

    સાથેજ વી આર લાઈવ વેબસાઈટ અને યુ ટ્યુબ પર પણ નિહાળી શકો