Home Desh મધ્ય પ્રદેશમાં ટ્રેન ઉથલાવવા નો કરાયો નિષ્ફળ પ્રયાસ – તપાસ શરુ

મધ્ય પ્રદેશમાં ટ્રેન ઉથલાવવા નો કરાયો નિષ્ફળ પ્રયાસ – તપાસ શરુ

0
459

મધ્યપ્રદેશમાં ટ્રેન ઉથલાવવા નો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બદમાશોએ પાટામાંથી 158 ચાવીઓ કાઢી ટ્રેન ઉથલાવવા નો પ્રયાસ કર્યો છે… એટલું જ નહીં બદમાશોએ કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી 37ના લોક ખોલી નાખવાની ઘટના બની છે. જોકે  ટ્રેન ઉથલાવવા ના આ કાવતરાને ડ્રાઈવરની સમય સૂચકતા કારણે નિષ્ફળ બન્યો અને ટ્રેનનો મોટો અકસ્માત ટળ્યો છે.

કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ખોલી નાખ્યા

મળતા અહેવાલો મુજબ મધ્યપ્રદેશનાં સતનામાં મોટો ટ્રેન એકસ્માત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. આ ઘટના સતનાના ઉચેહરા નજીક પિપરીકલાથી કુંદરહરીના મુંબઈ-હાવડા રેલવે માર્ગ પર બની છે. મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેન પસાર થાય તે પહેલા તેના રુટ પરથી કોંક્રીટ પર લોક પાટાઓમાંથી 37ના લોક ખોલી પાટામાં લગાવેલી 158 ચાવીઓ નિકાળી દીધી હતી. હાલ અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યા છે.

એક કિમી સુધી પાટાઓમાંથી ચાવીઓ કઢાઈ

તાજેતરમાં જ ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેન અકસ્માત થયા હતા, જેની હાલ તપાસ ચાલી રહી છે, ત્યારે મધ્યપ્રદેશના સતના જિલ્લામાંથી પસાર થનાર મુંબઈ-હાવડા રેલવે ટ્રેક પર સતના-ઉચેહરા સ્ટેશન વચ્ચે લગભગ એક કિલોમીટર સુધી કોંક્રીટ પરના લોક પાટાઓમાંથી ચાવીઓ નિકાળી પાટા સાથે છેડછાડ કરવાની ઘટના સામે આવ્યા બાદ રેલવે તંત્રએ પણ તપાસ શરૂ કરી છે.

બદમાશોનો ઇરાદાની તપાસ

અજાણ્યા લોકોએ પાટામાં ખાના-ખરાબી સર્જી ટ્રેન ઉથલાવવાનું મોટું કાવતરું રચ્યું હતું. જો આ દરમિયાન ફુલ સ્પીડે ટ્રેન પસાર થઈ હોત તો નિશ્ચિતરૂપે મોટો ટ્રેન અકસ્માત સર્જાયો હોત. હાવડા-મુંબઈ રેલવે ટ્રેક ખુબ જ વ્યસ્ત હોય છે તેમજ આ ટ્રેક પર દિવસ-રાત મેલ અને સુપર ફાસ્ટ ટ્રેનો આવતી-જતી હોય છે. આ ઘટના 18મી જૂન રાત્રે 11.00 વાગ્યાની છે. 

ચાવીઓ ભરેલી બોરી, 2 સાયકલ, હથોડી મળી

જબલપુરથી દિલ્હી જતી મહાકૌશલ એક્સપ્રેસ ટ્રેનના એન્જીન સાથે કેટલીક સાઈકલ અથડાઈ હતી, ત્યારબાદ લોકો પાયલોટે ટ્રેનનો થોભી તપાસ કરી… ત્યારબાદ આ ષડયંત્ર અથવા ચોરીનો ખુલાશો થયો કે, ઉચેહરા રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેકમાંથી લગભગ 150થી વધુ ચાવીઓ પાટામાંથી ગાયબ છે. આ બાબત સામે આવતા જ લોકો પાયલોટે તુરંત ઉચેહરા સ્ટેશન માસ્ટરને સૂચના આપતા ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટીમે તપાસ કરી તો લગભગ 1 કિલોમીટર લાંબી ટ્રેકમાંથી ચાવીઓ કાઢી હોવાનું સામે આવ્યું હતું. આસપાસ તપાસ કરવામાં આવતા એક બોરીમાંથી ટ્રેકની ચાવીઓ ભરેલી મળી આવી… સ્થળ પરથી 2 સાયકલ અને હથોડી પણ મળી… આ ઘટના અંગે અજાણ્યા લોકો સામે ઉચેહરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે