હરિયાણા રાજ્યના ભાજપના સાંસદ નાયબ સિંહ સૈનીનું કહેવું છેકે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સતત કાર્યશીલ છે અને સરકાર ગામડાઓના વિકારકાર્ય માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મુકીને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોને આગળ વધારી રહ્યું છે. પ્રધાન મંત્રી ગ્રામ્ય સડક યોજના , સરકારી શાળાઓમાં શિક્ષણ અંગેના કામો અને સ્માર્ટ શાળાઓનું નિર્માણ, ગ્રામ્ય વિસ્તારમાં સૌર ઉર્જા આધારિત ગ્રામ્ય વિસ્તારની સડકો પર વીજળીની સુવિધા અને હર ઘર જળ યોજના અંતર્ગત ઘરે ઘરે પાણી પહોંચાડવાનું કામ હોય કે હર ઘર શૌચાલય યોજના હોય તમામ વિકાસના કામો ગ્રામ વિસ્તારમાં ખુબ ઝડપથી ચાલી રહ્યા છે આ ઉપતંત ખેડૂતો માટે પણ અગાગ અલગ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે ત્યારે વિપક્ષ પાર્ટી કોંગ્રેસના પેટમાં ચૂંક ઉપડી છે અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કાર્યોમાં હમેશા રોડા નાખવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે ભાજપના સાંસદ નાયબ સિંહ સૈનીએ ચેતવણી આપી કે ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં અવરોધ કરનાર ચેતી જાય.
વધુમાં ભાજપના સાંસદ દ્વારા ચેતવણી આપવામાં આવીકે ગામડાઓમાં વિકાસની ગતિ જોઇને વિરોધીઓ ચિંતિત છે . આ સરકારે ફંડ જયારે વિકાસના કામોમાં ફળ્યું હોય ત્યારે તે 100 ટકા વપરાઈ રહ્યું છે અને કટકી ખાનારાઓ ચીન્તીન બન્યા છે. જો વિરોધ પક્ષ દ્વારા શેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોમાં વિલંબનું કારણ બનશે તો લોકો તેવા નેતાઓ પર અંદોલન કરીને પાઠ ભણાવશે . ભાજપ સાંસદ ડેરા પુરબીયા , પટ્ટી કિશનપુરા અને સહકાર કોલોનીમાં વહીવટી તંત્ર દ્વારા આયોજિત જાહેર સંવાદમાં પોતાના સંબોધનમાં આ વાત જણાવી.
ભાજપ સંસદે વધુમાં જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારની સમસ્યાઓના નિરાકરણ માટે અધિકારીઓ હમેશા સકારાત્મક ભૂમિકા ભજવે અને સમસ્યાઓનું નિરાકરણ આવે તેમાં યોગ્ય કાર્યવાહી કરે. તેમને કહ્યું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોની સુવિધાને દ્યાનમાં રાખીને ઓન લાઈન પોર્ટલ જેવી આધુનિક સુવિધાઓ પણ આવી છે અને તેનો ઉપયોગ થઇ રહ્યો છે. આયુષ્યમાન કાર્ડ, ચિરાયું કાર્ડ, દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો આરોગ્ય સેવાના ખર્ચને પહોંચી વાલે છે અને આ યોજના દ્વારા લાખો લોકોને નવ જીવન મળ્યું છે. આપને જણાવી ઐએકે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે આયુષ્યમાન કાર્ડ દ્વારા રૂપિયા 5 લાખની આરોગ્ય ખર્ચ અને હરિયાણાની ચિરાયું કાર્ડ યોજનામાં રૂપિયા 5 લાખની સહાય આપીને દરેક નાગરિકો ખાસ કરીને મળ્યાં વર્ગ્રીય અને ગરીબ પરિવારો લાભ મેળવી રહ્યા છે