explosive factory in Bemetra :  છત્તીસગઢના બેમેતરાની ગનપાઉડરની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 10 થી 12ના મોતની આશંકા  

0
405
explosive factory in Bemetra
explosive factory in Bemetra

explosive factory in Bemetra :  છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં આવેલી ગનપાઉડરની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં 10 થી 12 લોકોનાં મોત અને ઘણા ઘાયલ થયાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટના બરલા બ્લોકના બોરસી ગામમાં સ્થિત સ્પેશિયલ બ્લાસ્ટ લિમિટેડ ગનપાઉડર ફેક્ટરીમાં બની હતી. ફેક્ટરીમાં 800 થી વધુ લોકો કામ કરે છે.

explosive factory in Bemetra :   મોતનો આંક હજુ વધી શકે તેમ છે

જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત સવારે 6 થી 7ની વચ્ચે થયો હતો. બ્લાસ્ટ બાદ ફેક્ટરીની આસપાસ લોકોની ભીડ એકઠી થઈ ગઈ છે. આ ઘટનામાં ઘાયલ થયેલા કેટલાક લોકોને રાયપુરના મહેકારા રિફર કરવામાં આવ્યા છે. આ સિવાય ઘણા લોકોને નજીકની હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે.

explosive factory in Bemetra :   ઘટનાની માહિતી મળતાની સાથે જ રાયપુર અને દુર્ગથી ફાયર બ્રિગેડના વાહનો અને એસડીઆરએફની બચાવ કામગીરી માટે ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડની એક ગાડી રાયપુરથી અને બે દુર્ગથી ઘટનાસ્થળે પહોંચી રહી છે. રાયપુરથી 20 સભ્યોની SDRF બચાવ ટીમ આવી છે.

explosive factory in Bemetra :   કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ગન પાઉડર ફેક્ટરીમાં લગભગ 100 કર્મચારીઓ હાજર હતા. ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તાર હચમચી ગયો હતો. કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી જોવા મળ્યા હતા.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો