EXIT POLL : EXIT POLL માં ફરી એક વાર મોદી સરકાર,,, બધી જ એજન્સીએ મોદી સરકારને આપી બહુમતી

0
169
EXIT POLL
EXIT POLL

EXIT POLL :   આજે સાતમા તબક્કાના મતદાન સાથે લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ. સાંજે 6 વાગ્યા સુધી મતદાન થયું હતું. જે બાદ સાંજે 6.30 વાગ્યાથી એક્ઝિટ પોલ જાહેર થવા લાગ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. પરિણામો પહેલા, વિવિધ મીડિયા ચેનલો અને સર્વે એજન્સીઓ દ્વારા આજે સાંજે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા હતા.    

EXIT POLL : દેશમાં લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામો પણ સામે આવ્યા છે. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત સરકાર બનાવતી જોવા મળી રહી છે. પોલ ઓફ પોલમાં એનડીએને 350 બેઠકો  મળતી દેખાઈ રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધન 125-130 સીટો સુધી સીમિત જણાય છે

EXIT POLL

EXIT POLL : જન કી બાત એક્ઝિટ પોલ

જન કી બાત એક્ઝિટ પોલમાં NDAને મહત્તમ 362-392 બેઠકો મળવાનો અંદાજ છે. જેમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનને 141-161 બેઠકો મળવાનો અંદાજ છે. આ પછી ઈન્ડિયા ન્યૂઝ-ડી ડાયનેમિક્સનો અંદાજ છે કે NDAને 371 બેઠકો મળશે,  આ એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 141થી 161 સીટો મળતી જોવા મળી રહી છે. 10 થી 20 સીટો અન્યને જઈ શકે છે.

EXIT POLL

EXIT POLL : રિપબ્લિક ભારત મેટ્રિક્સ

EXIT POLL

રિપબ્લિક ભારત મેટ્રિક્સના એક્ઝિટ પોલ અનુસાર, ભાજપને 353-368 બેઠકો અને ઈન્ડિયા ગઠબંધનને 118-133 બેઠકો મળી શકે છે.  રિપબ્લિક ભારત- મેટ્રિક્સ એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધનને 353થી 368 બેઠકો મળી રહી છે. જ્યારે ઈન્ડિયા એલાયન્સને 118થી 133 સીટો મળી શકે છે. રિપબ્લિક ભારત- મેટ્રિસના એક્ઝિટ પોલમાં અન્યને 43થી 48 બેઠકો મળી રહી છે.

EXIT POLL : રિપબ્લિક ટીવી-પી માર્કના સર્વેમાં NDAને 359 સીટો 

EXIT POLL

રિપબ્લિક ટીવી-પી માર્કના એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 359 બેઠકો મળી રહી છે, જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 154 બેઠકો મળતી જોવા મળી રહી છે. આ એક્ઝિટ પોલમાં 30 સીટો અન્યના ખાતામાં જઈ રહી છે.

EXIT POLL : ઈન્ડિયા ન્યૂઝના એક્ઝિટ પોલ

EXIT POLL

ઈન્ડિયા ન્યૂઝ ડી-ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 371 બેઠકો મળી છે. ઈન્ડિયા ન્યૂઝ- ડી-ડાયનેમિક્સના એક્ઝિટ પોલમાં ઈન્ડિયા એલાયન્સને 125 સીટો આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ એક્ઝિટ પોલમાં અન્યને 47 સીટ મળતી જોવા મળી રહી છે. 

આજતકના સર્વેમાં ભાજપ તમિલનાડુમાં પોતાનું ખાતું ખોલતુ દેખાઈ રહ્યું છે. તમિલનાડુમાં બીજેપીની આગેવાની હેઠળનું ગઠબંધન 2 થી 4 સીટો જીતતું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીના સર્વે અનુસાર, તમિલનાડુમાં ઈન્ડિયા એલાયન્સ 13થી 15 સીટો જીતતી જોવા મળી રહી છે. જ્યારે ડીએમકેને 20થી 22 બેઠકો અને AIADMKને 0-2 બેઠકો મળતી જોવા મળી રહી છે. 

EXIT POLL

આ વખતે 400ના આંકડાને પાર કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓએ દક્ષિણ ભારતના રાજ્યોમાં વિશાળ રેલીઓ યોજી હતી. એક્ઝિટ પોલ પર નજર કરીએ તો કર્ણાટક સિવાય દક્ષિણ ભારતના રાજ્યોમાં ભાજપ સારો દેખાવ કરી રહી હોય તેવું લાગતું નથી. જો કે એક્ઝિટ પોલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે ભાજપ તમિલનાડુમાં પોતાનું ખાતું ખોલાવી શકે છે.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો