EVM પર ફરીવાર ઉઠ્યા સવાલો, એલોન મસ્ક બાદ ભારતમાં રાહુલ ગાંધીએ ઉઠાવ્યા સવાલ, રાહુલે કહ્યું EVM તો બ્લેક બોક્સ છે   

0
162

EVM :  ભારતમાં ઈવીએમને લઈને લાંબા સમયથી વિપક્ષ સવાલો ઉઠાવી રહ્યું છે. ત્યારે હવે મોટા બીઝનેસમેન અને ટેસ્લાના માલિક એલોન મસ્કે પણ ઈવીએમ અંગે એક મોટો દાવો કરીને કહ્યું હતું કે તે હેક થઈ શકે છે અને તેનો ઉપયોગ જ બંધ કરીને ઈવીએમ ખતમ કરી દેવા જોઈએ. ત્યારે હવે રાહુલ ગાંધીએ પણ ઈવીએમને લઈને સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી છે. જેમાં એલોન મસ્કને પણ ટેગ કર્યા છે. ત્યારે હવે ફરીવાર દેશમાં EVM ને લઈને ચર્ચા શરુ થઇ છે.  

શું કહ્યું એલોન મસ્કે ?

દુનિયાની સૌથી અમીર વ્યક્તિઓમાંની એક એલોન મસ્ક આ દિવસોમાં સમાચારોમાં છે. ક્યારેક તેઓ કંપનીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ પાસેથી પૈસા પાછા માંગીને હેડલાઇન્સ બનાવે છે, તો ક્યારેક અન્ય કારણોસર. હવે મસ્કે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા જ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર સવાલ ઉઠાવ્યા છે. તેણે શનિવારે એક ચોંકાવનારો દાવો કર્યો હતો. કહ્યું કે EVM હેક થઈ શકે છે અને તેને ખતમ કરી દેવી જોઈએ. આ સાથે તેમણે અમેરિકન ચૂંટણીમાંથી EVM હટાવવાની માંગ કરી હતી.

 EVM

X પર કેનેડી જુનિયરની પોસ્ટનો જવાબ આપતા, એલોન મસ્કએ કહ્યું, ‘આપણે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોને ખતમ કરી દેવા જોઈએ. માણસો અથવા AI દ્વારા હેક થવાનું જોખમ રહેલું છે, ભલે નાનું હોય,  પણ તે પણ ઘણું વધારે છે.

રાહુલ ગાંધીએ ફરી EVMને લઈને સવાલો ઉઠાવ્યા

લોકસભા 2024ની ચૂંટણી દરમિયાન વિપક્ષે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)નો મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો, પરંતુ ચૂંટણી પરિણામો જાહેર થતાં જ આ મુદ્દો ગાયબ થઈ ગયો હતો. જો કે વચ્ચે-વચ્ચે નેતાઓએ આ અંગે સવાલો ઉઠાવતા રહે છે . જે મુદ્દો અચાનક ગાયબ થઈ ગયો હતો તે ફરી ચર્ચામાં આવે તેમ લાગી રહ્યું છે. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર EVMને લઈને સવાલો ઉઠાવ્યા છે.

રાહુલ ગાંધીએ એકસ્ પર પોસ્ટ કરી

રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છે કે ‘ભારતમાં EVM એ બ્લેક બોક્સ છે. અને કોઈને તેની તપાસ કરવાની પરવાનગી નથી. ભારતની ચૂંટણી પ્રક્રિયાની પારદર્શક્તા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાઓમાં જવાબદારીનો અભાવ હોય છે, ત્યારે લોકશાહી ઢોંગી બની જાય છે અને છેતરપિંડીની શક્યતા વધી જાય છે.’

 શું છે EVM મશીન ?

 EVM

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન એ એક પ્રકારનું ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે જેનો ઉપયોગ ચૂંટણીમાં મત રેકોર્ડ કરવા અને ગણતરી કરવા માટે થાય છે. આ મશીનોનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાન પ્રક્રિયાને સરળ, ઝડપી અને વિશ્વસનીય બનાવવાનો છે. ભારતમાં, EVM નો ઉપયોગ વિવિધ પ્રકારની ચૂંટણીઓમાં થાય છે, જેમ કે લોકસભા, વિધાનસભા અને પંચાયત ચૂંટણી.

ભારતમાં પ્રથમવાર EVM નો ઉપયોગ ક્યારે થયો ?

 EVM

 જો આપણે ઈવીએમના પ્રથમ ઉપયોગની વાત કરીએ તો તેનો ઉપયોગ વર્ષ 1982માં થયો હતો. કેરળની પરુર વિધાનસભા બેઠકના 50 મતદાન મથકો પર મતદાન કરવા માટે ઈવીએમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ મશીનના ઉપયોગ અંગે કોઈ કાયદો ન હોવાથી સુપ્રીમ કોર્ટે તે ચૂંટણીને સદંતર ફગાવી દીધી હતી. આ પછી ચૂંટણીમાં ઈવીએમ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારપછી વર્ષ 1989માં સંસદે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951માં સુધારો કર્યો અને ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવાની જોગવાઈ કરી. ભારતીય ચૂંટણીઓમાં EVM લાવવું એ રાતોરાતની રમત નહોતી. તેના માટે એક લાંબી પ્રક્રિયા ચાલી હતી.

 EVM પર પ્રશ્નો ક્યારે ક્યારે ઉઠાવવામાં આવ્યા ?  

સત્તાથી દૂર રહેલા રાજકીય પક્ષો ઈવીએમ પર સવાલો ઉઠાવી રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં પહેલીવાર ઈવીએમ મશીનો પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાલ કૃષ્ણ અડવાણી અને તત્કાલીન જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામીએ ઈવીએમ દ્વારા ચૂંટણીમાં ગોટાળાના આરોપો લગાવ્યા હતા. આગામી વર્ષ એટલે કે 2010 માં, બીજેપી નેતા જીવીએલ નરસિમ્હા રાવે પણ મશીન પર પ્રશ્નો ઉઠાવ્યા. આ દરમિયાન સુબ્રમણ્યમ સ્વામી સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યા હતા. EVM પર ઉઠેલા સવાલ પર સુપ્રીમ કોર્ટે VVPATનો ઉપયોગ કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

 EVM

માર્ચ 2017માં 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ 10 એપ્રિલ 2017ના રોજ 13 રાજકીય પક્ષો ચૂંટણી પંચ પાસે ગયા અને ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા. જો કે, આ વલણ હજુ પણ ચાલુ છે, ઘણા રાજકીય પક્ષો અને તેમના નેતાઓ ઇવીએમ મશીનને બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે દેશની ઘણી હાઈકોર્ટે પણ ઈવીએમને વિશ્વસનીય ગણ્યા છે. ઉપરાંત, જ્યારે હાઈકોર્ટ દ્વારા ઈવીએમની તરફેણમાં આપવામાં આવેલા કેટલાક નિર્ણયોને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા હતા, ત્યારે સુપ્રીમ કોર્ટે તે અપીલોને ફગાવી દીધી હતી.

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો